શોધખોળ કરો
Advertisement
અમદાવાદી મહિલાએ પોતાની લક્ઝુરિયસ કાર પર કેમ લગાવ્યું ગાયનું છાણ, જાણો વિગત
અમદાવાદમાં રહેલી એક મહિલાઓ ગરમીથી બચાવવા પોતાની કારને ગાયના છાણથી લીંપણ કરી દીધું હતું. અમદાવાદની મહિલાનો આ દેશી જુગાડ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
અમદાવાદમાં શરીર દઝાડે તેવી ગરમી પડી રહી છે. લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે, ત્યારે અમદાવાદમાં રહેલી એક મહિલાઓ ગરમીથી બચાવવા પોતાની કારને ગાયના છાણથી લીંપણ કરી દીધું હતું. અમદાવાદની મહિલાનો આ દેશી જુગાડ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
પ્રાપ્ત વિગત પ્રમાણે, સેજલ શાહ નામની મહિલાએ તેમની આ અનોખી કારનો ફોટો ફેસબુકમાં પોસ્ટ કર્યો હતો. જેમાં કારના ગ્લાસ સિવાય બાકીનાં બધાં ભાગ પર ગાયના છાણનું લીપણ કરેલું જોવા મળી રહ્યું છે.
રૂપેશ ગૌરાંગ દાસે આ ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, મેં અત્યાર સુધી ગાયનાં છાણનો આ પ્રકારનો ઉપયોગ ક્યારેય નથી જોયો. આ ફોટો અમદાવાદનો છે, જ્યાં 45 ડિગ્રી ગરમીના ટેમ્પરેચરથી પોતાની કારને બચાવવા માટે મિસિસ સેજલ શાહે તેની પર ગાયનાં છાણનું પ્લાસ્ટર કરી દીધું છે. ખૂબ જ અદ્દભૂત ઠંડકનો પ્રયોગ!
એક યુઝરે પૂછ્યું કે, આવું કરવાથી કારના માલિકને ડ્રાઈવ કરતી વખતે ગાયનાં છાણની વાંસ નથી આવતી? તો બીજી તરફ અમુક લોકોએ પૂછી રહ્યા છે કે, કારમાં આ રીતે કુદરતી ઠંડક મેળવવા માટે છાણનાં કેટલા લેયર કરવા પડે?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion