Rathyatra: અમદાવાદમાં રથયાત્રાના દિવસ વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Ahmedabad Rathyatra: અમદાવાદમાં અષાઢી બીજે યોજનાર રથાયાત્રાની તાડામાર તૈયારીઓ થઇ રહી છે તો જાણીએ 27 જૂને હવામાન કેવું રહશે.

Ahmedabad Rathyatra: અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના અવસરે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઇ છે. આ વર્ષે 27 જૂને અષાઢી બીજ હોવાથી રથયાત્રા દિવસે યોજાશે પરંતુ શું વરસાદ રથયાત્રામાં વિઘ્નરૂપ બનશે કે કેમ, જાણીએ હવામાન વિભાગની શું છે આગાહી
નોંધનિય છે કે, હવામાન વિભાગે ગુજરાતમાં 27 જૂન સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તો ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. આ આગાહી મુજબ અમદાવાદમાં પણ 27 જૂને મધ્યમથી ભારે વરસાદની શક્યતાને નકારી ન શકાય તો અમદાવાદમાં રથાયાત્રાના અવસરે વરસાદી માહોલ રહે તેવી પુરી શકયા છે. ઉલ્લેખનિય છે કે, હાલ રાજ્ય પર બેથી વધુ સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મઘ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ 27 જૂન સુધીમાં કેટલાક વિસ્તારમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદનું પણ અનુમાન છે.
અમદાવાદ શહેરમાં રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આગામી 27મી જૂને અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. જેને લઈ મંદિર, વહીવટી તંત્ર અને અન્ય એજન્સીઓ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિર પ્રાંગણમાં કોઈ બનાવ બને કોઈ રાહત મળે તે માટે સઘન સુરક્ષા ગોઠવવામાં આવે છે. ઐતિહાસિક રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ, 101 ભારતીય પરંપરાની ઝાંખી કરાવતા ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડ બાજા રહેશે.
જગન્નાથ રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે?
જગન્નાથ રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથ, બાલા ભદ્ર અને દેવી સુભદ્રા રથ પર બેસીને નગરની પ્રદક્ષિણા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના દર્શન કરવાથી બધા દુ:ખ દૂર થાય છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. પદ્મ પુરાણ અનુસાર, એક વખત બહેન સુભદ્રાએ પોતાના ભાઈ ભગવાન જગન્નાથને નગર જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આ પછી, અષાઢ મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે, ભગવાન જગન્નાથે ભાઈ બળ ભદ્ર અને બહેન સુભદ્રાને રથ પર બેસાડીને આખા શહેરની પ્રદક્ષિણા કરી. આ પછી, તે ત્રણેય તેમના કાકીના ઘરે ગુંડીચા મંદિર પહોંચ્યા, જ્યાં તેઓ સાત દિવસ રહ્યા. આ પછી તેઓ તેમના નિવાસસ્થાને પાછા ફર્યા. ત્યારથી, દર વર્ષે આ ખાસ પરંપરાનું પાલન કરવામાં આવે છે.





















