શોધખોળ કરો
અમદાવાદમાં કોરોનાના કેસ ઘટવા છતાં કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં થયો વધારો, નવા 17 વિસ્તારનો થયો સમાવેશ
આ તમામ નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતીકાલથી મહાનગરપાલિકા દ્વારા શંકાસ્પદ લોકોના ટેસ્ટિંગની કામગીરી થશે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ દિવસને દિવસે વધી રહ્યા છે. જોકે અમદાવાદમાં કોરોનાના કેસોમાં થોડો ઘટાડો ચોક્કસ આવ્યો છે. તેમ છતાં અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની યાદી લાંબી જ થતી જઈ રહી છે. ગઈકાલે વધુ 17 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ શહેરમાં કુલ 127 સ્થળો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની યાદીમાં સમાવેશ છે.
ગઈકાલે જે નવા વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવવામાં આવ્યાછે તેમાં સાઉથ ઝોનના 6 વિસ્તાર, ઇસ્ટ ઝોનના 3 વિસ્તાર, સેન્ટ્રલ ઝોનનો 1 વિસ્તાર, નોર્થ-વેસ્ટ ઝોનના 3 વિસ્તાર, નોર્થનો એક વિસ્તાર અને વેસ્ટના 3 વિસ્તારનો સમાવેશ થાય છે. આ તમામ નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતીકાલથી મહાનગરપાલિકા દ્વારા શંકાસ્પદ લોકોના ટેસ્ટિંગની કામગીરી થશે.
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં નવા 735 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 36858 થઈ ગઈ છે. જ્યારે વધુ 17નાં મોત સાથે મૃત્યુઆંક 1962 પર પહોંચ્યો છે. આજે 423 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી 26323 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
