શોધખોળ કરો
અસામાજિક તત્વો સામે મહિલાઓનું રક્ષણ કરશે આ ડિવાઇસ

અમદાવાદઃ ગુજરાતમા મહિલાઓની સલામતી માટે તેમને રક્ષણ આપવા માટે પોલીસ સજજ બની છે. અસામાજિક તત્વો અને રોમીયોથી મહિલાઓને પોલીસ રક્ષમ આપશે. મહિલાઓને અનેક વખત અસામાજિક ત્તત્વો અને રોમીયોથી પરેશાન થવુ પડે છે. રોમીયો દ્વારા છેડછાડ કે બિભત્સ માગંણીથી પરેશાન થવુ પડતું હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમા આવ્યા છે. પરંતુ હવે મહિલાઓને ડરવાની જરૂર નથી. એક ડિવાઈસ અને સોફટવેર તમારી મદદ કરશે. અને ગણતરીની મીનીટોમા પોલીસ તમારી પાસે પહોંચી જશે. જેથી તમે મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકશો. SOS નામનું ડિવાઈસ દરેક મહિલાનુ સુરક્ષા કવચ બની રહેશે. તેને મેળવવા માટે મહિલાઓ સોમાચંદ દાસોભાઈ ચેરિટેબલ ટ્રસ્ટની વેબસાઈટ પર સોફટવેર ઈન્સ્ટોલ કરી શકે છે. અથવા તો ડિવાઈસ લેવા રજીસ્ટ્રેશન ફોર્મ ભરીને પોલીસ સ્ટેશન જમા કરાવવા જઈ શકે છે. આ સોફટવેર યુવતીઓની સુરક્ષા માટે મફત આપવામા આવે છે. જયારે ડિવાઈસની કિમંત 7 હજાર છે. જેનો ઉપયોગ મોબાઈલ તરીકે પણ કરી શકાય છે.
વધુ વાંચો





















