શોધખોળ કરો
Advertisement
કારમાં હીટર ચાલુ રાખીને સુઈ ગયેલા અમદાવાદી યુવકના શું થયા હાલ? જાણી ચોંકી જશો
19 વર્ષનો ભાવેશ રબારી છેલ્લા ઘણાં સમયથી ઓલા કેબમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. ત્યારે રાત્રીના સમયે ઓર્ચીડ સેન્ટરમાં કાર પાર્ક કરીને યુવક કારમાં આરામ કરી રહ્યો હતો
અમદાવાદ: અમદાવાદના સાઉથ બોપલમાં એવી ઘટના બની હતી જે સાંભળીને તમે ચોંકી જશો. સાઉથ બોપલમાં આવેલ ઓર્ચિડ સેન્ટરમાં પાર્ક કરેલ કારમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. બંધ કારમાં આરામ કરતા ડ્રાઇવરનું ગભરાહટને કારણે મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
19 વર્ષનો ભાવેશ રબારી છેલ્લા ઘણાં સમયથી ઓલા કેબમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. ત્યારે રાત્રીના સમયે ઓર્ચીડ સેન્ટરમાં કાર પાર્ક કરીને યુવક કારમાં આરામ કરી રહ્યો હતો. ત્યારે બંધ ઉભેલી કારમાં સફોકેશનને કારણે તેનું કારમાં જ મોત નિપજ્યું હતું તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ સમગ્ર મામલે પોલીસે ભાવેશ રબારીનું પોસ્ટમોર્ટમ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને રાહદારીઓએ આ અંગે જાણ કરી હતી. પોલીસ સુત્રો પ્રમાણે, ભાવેશ રબારી કારમાં હિટર ચાલુ રાખીને સૂઈ ગયો હતો. પરંતુ સફોકેશન થતાં ગભરાહટના કારણે તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ અંગે હવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement