શોધખોળ કરો

Zydus Cadila Vaccine: આ ગુજરાતી કંપનીએ 12 વર્ષથી મોટા બાળકોની રસી માટે DCGIમાં એપ્લાય કર્યુ

અમદાવાદ સ્થિત દવા કંપની ઝાયડસ કેડિલાએ 12 વર્ષથી મોટી વયના બાળકો માટે વેક્સિનના ઈમરજન્સી વપરાશની મંજૂરી માંગી છે. ડીસીજીઆઈની મંજૂરી મળ્યા બાદ બાળકોમાં રસીકરણ શરૂ થઈ શકશે.

અમદાવાદઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus Second Wae)  હવે ધીમી પડવા લાગી છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેરની (Coronavirus Third Wave) આશંકા વચ્ચે ઝડપથી રસીકરણ (Vaccination) કરવામાં આવી રહ્યું છે, પરંતુ પાછલા થોડા દિવસોથી અપૂરતા સ્ટોકના કારણે રસીકરણની ગતિ ધીમી પડી ગઈ છે.

આ દરમિયાન અમદાવાદ સ્થિત દવા કંપની ઝાયડસ કેડિલાએ (Zydus Cadila) 12 વર્ષથી મોટી વયના બાળકો માટે વેક્સિનના ઈમરજન્સી વપરાશની (Emergency Use Authorisation) મંજૂરી માંગી છે. ડીસીજીઆઈની (Drugs Controller General of India - DCGI) મંજૂરી મળ્યા બાદ બાળકોમાં રસીકરણ શરૂ થઈ શકશે. ઝાયડસ કેડિલાના ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી થઈ ચુકી છે. સરકારની મંજૂરી મળ્યા બાદ જુલાઈના અંત સુધીમાં કે ઓગસ્ટમાં 12-18 વર્ષના બાળકોમાં રસીકરણ શરૂ થશે.

દેશમાં કોરોના રસીની વધતી માગ અને રસીકરણની ગતિને વધારે ઝડપી કરવા માટે સરાકરે વધુ એક નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે નવા નિયમ અંતર્ગત હવે પ્રાઈવેટ હોસ્પિટલ સીધી કંપનીઓ પાસેથી રસી નહીં ખરીદી શકે. રસી ખરીદવા માટે તેમણે CoWin એપનો ઉપયોગ કરવો પડશે. સાથે જ કેન્દ્ર સરકારે એ પણ કહ્યું કે, હવે રસીને ખરીદવા માટે એક મર્યાદા નક્કી કરવામાં આવશે.

સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ નવા નિયમ અનુસાર કોઈપણ ખાનગી હોસ્પિટલ વિતેલા મહિનાના કોઈ ખાસ સપ્તાહનો સરેરાશ જેટલો વપરાશ હતો તેનાથી ડબલ સ્ટોક ખરીદી શકે છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલ સરેરાશ કાઢવા માટે પોતાની રીતે સપ્તાહની પસંદગી કરી શકે છે.

ડોઝનું ગણિત સમજો

માની લો કે કોઈ પ્રાઈવેટ હોસ્પિટલ રસીકરણ સેન્ટર જુલાઈ મહિનામાં રસીનો ઓર્ડર આપતા સમયે 21-27ના સપ્તાહને આધાર માને છે તો એ સપ્તાહે 350 ડોઢ લાગ્યા હોત તો રોજના સરેરાશ 50 ડોઝ થયા. એવામાં હોસ્પિટલ તેનાથી બે ગણાં એટલે કે 100 ડોઝ પ્રતિ દિવસ પ્રમાણે ઓર્ડર કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

Embed widget