Air India Plane: અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાનું થશે નવીનીકરણ, જાણો શું થશે મોટા ફેરફાર
Air India Plane: નવીનીકરણ બાદ વિમાનો નવા આંતરિક ભાગો અને અત્યાધુનિક સિસ્ટમોથી સજ્જ હશે. દરેક કેબિનમાં નવી બેઠકો, અદ્યતન ઇન-ફ્લાઇટ મનોરંજન (IFE) સિસ્ટમ્સ, નવા કાર્પેટ, પડદા, અપહોલ્સ્ટરી, શૌચાલય કરવામાં આવશે. કંપનીનો ઉદ્દેશ્ય મુસાફરોને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવાનો છે.

Air India Plane:અમદાવાદ વિમાન દુર્ઘટના પછી, સરકાર પ્લેન મેઇન્ટેન્સ અંગે થોડી સખ્ત બની છે. એર ઇન્ડિયા વિમાનના નવીનીકરણ માટે $400 મિલિયન ખર્ચ કરશે. વાઇડબોડી અને નેરોબોડી વિમાનોને અદ્યતન ડિઝાઇન સાથે નવીનીકરણ કરવામાં આવશે જે ઓપરેશનલ આરામ અને તકનીકી શ્રેષ્ઠતા સુનિશ્ચિત કરે છે.
પ્લેનનો બદલાશે રૂપ રંગ
ઉલ્લેખનિય છે કે, 26 બોઇંગ 787-8 વિમાનોમાંથી પહેલું જુલાઈમાં કેલિફોર્નિયા સ્થિત બોઇંગના કારખાનામાં પહોચશે. બીજું વિમાન ઓક્ટોબરમાં જશે.આ વિમાનો નવા આંતરિક ભાગો અને અત્યાધુનિક સિસ્ટમોથી સજ્જ હશે. દરેક કેબિનમાં નવી બેઠકો, અદ્યતન ઇન-ફ્લાઇટ મનોરંજન (IFE) સિસ્ટમ્સ, નવા કાર્પેટ, પડદા, અપહોલ્સ્ટરી, શૌચાલય કરવામાં આવશે. કંપનીનો ઉદ્દેશ્ય મુસાફરોને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવાનો છે.
કંપનીએ પાઇલટ્સની નિવૃત્તિ વય વધારી
એર ઇન્ડિયાએ પાઇલટ્સની નિવૃત્તિ વય વધારીને 65 વર્ષ (પાઇલટ કારકિર્દી વિસ્તરણ) કરવાનો નિર્ણય લીધો છે. ઉડાન ન ભરનારા કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા વધારીને 60 વર્ષ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં એર ઇન્ડિયામાં પાઇલટ્સ અને ઉડાન ન ભરનારા કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા 58 વર્ષ છે.
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ લેવાયો નિર્ણય
ઉલ્લેખનિય છે કે, 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન ગેંગવિક જતી AI 171 ફ્લાઇટ ટેકઓફ થયાના એક મિનિટ પછી જ ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક મુસાફર સિવાય તમામ મુસાફરોના મોત નીપજ્યા હતા. વિમાન બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ મેસ પર પડ્યું હતું. આ કારણે કેટલાક અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. આ રીતે, આ અકસ્માતમાં મૃત્યુઆંક 260 પર પહોંચી ગયો. આ ઘટના બાદ પણ અનેક વખત ટેકનિકલ ખામીના કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટસ કેન્સલ કરવામાં આવી હતી. આ તમામ સમસ્યાઓ બાદ હવે એર ઇન્ડિયા નવીનીકરણ તરફ પગલું ફરી રહી છે.




















