અમિત શાહે ચૂંટણી પ્રચારનો કર્યો શંખનાદ,અમદાવાદના આ મંદિર સાથે જોડાયેલી 29 વર્ષ પહેલાની એ ઘટનાને કરી યાદ
અમિત શાહે આજથી અમદાવાદમાંથી ચૂંટણીના શ્રીગણેશ કર્યા. આ પહેલા તેમણે ગણેશ કર્યા... હનુમાનજીના મંદિર ગયા હતા અને શીશ ઝુકાવીને આશિષ મેળવ્યાં હતા.
ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અમિત શાહે આજે અમદાવાની મુલાકાતે છે. તેમણે લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કરતા અમદાવાદ સુભાષ ચોકમાં આવેલા હનુમાનજીના મંદિરના દર્શન કર્યાં હતા. સભાને સંબોધન કરતા તેમણે 29 વર્ષ જુની વાતોને યાદ કરી હતી., અમિત શાહે જય શ્રી રામના નારાથી સ્પીચની શરૂઆત કરી હતી.
અમિત શાહે હનુમાન મંદિરમાં દર્શન કરીને 29 વર્ષ પહેલાની જુની વાતોને યાદ કરી હતી. તેમણે ઓએ ભાવુક થતા થતા જણાવ્યું હતુ કે, ‘આજે 29 વર્ષ પહેલાનું દ્રશ્ય મને યાદ આવે છે. ભુપેન્દ્રભાઇ તે વખતે કાઉન્સિલર હતા અને હું પહેલીવાર ધારાસભ્યની ચૂંટણી લડવા જઇ રહ્યો હતો. અને મેં તે સમયે પણ આ હનુમાનજીના મંદિરના દર્શન કરીને ધારાસભાની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. આજે 29 વર્ષ બાદ ફરી લોકસભાની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ પણ આ જ સુભાષચોકનના મંદિરના દર્શન કરીને કરી રહ્યો છુ”.
જન સભાને સંબોધતા અમિત શાહે જણાવ્યું કે, 1500 પોલિટિકલ પાર્ટી ના જંગલ માં ભાજપ એક માત્ર પાર્ટી છે કે, જે નાના માં નાના કાર્યકર્તા ને પાર્ટીના અધ્યક્ષ અને પીએમ સુધી પહોંચાડવાની તાકાત રાખે છે,PM એ 60 કરોડથી વધુ પરિવારો ને ઉજાસ આપ્યો છે. 33 ટકા મહિલાઓ ને અનામત આપીને વિધાનસભા અને સાંસદના દ્વાર ખોલ્યાં છે. PM એ દેશ ને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. આતંકવાદ, નક્સલવાદ હટાવ્યો છે.
ચીન સામે આંખમાં આંખ નાખી ને લડત આપી છે, જેના કારણે જ આજે ચીને પીછેહટ કરવી પડી છે. આર્થિક ક્ષેત્રે 2047માં વિશ્વમાં દેશને અગ્રેસર કરવાનું લક્ષ્ય મોદી સરકારનું છે. અત્યાર સુધી 135 સીટો ની મુલાકાત લીધી છે. બધે જ અબ કી બાર 400 કે પાર ની રાહ જોઈ રહ્યા છે. તેમણે કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે, ઇલેક્શન જીતવાનું લક્ષ્ય હોવું જોઈએ અને વિનમ્રતાથી મતદાતાઓને મળવાનું અને મતદાન માટે વિનંતી કરવાની આપણી જવાબદારી છે.આ ચુંટણીનો મુદ્દો દેશને મહાન બનાવવાનો એક માત્ર છે.