શોધખોળ કરો

Amreli: અમરેલીના ચલાલા પંથકમાં ચારથી પાંચ દિવસ વીજળી ન આવતા ખેડૂતોમાં આક્રોશ, PGVCLની કચેરી બહાર મચાવ્યો હોબાળો

અમરેલીના ચલાલા પંથકમા થોડા દિવસ પહેલા ભારે પવન સાથે વરસેલા વરસાદથી ભારે નુકસાન થયું હતું

અમરેલીના ચલાલા પંથકમા થોડા દિવસ પહેલા ભારે પવન સાથે વરસેલા વરસાદથી ભારે નુકસાન થયું હતું. એટલું જ નહીં પણ ગ્રામ્ય પંથકમાં વીજ પુરવઠો ખોરવાતા ચારથી પાંચ દિવસ ખેતી માટે વીજળી ન આવતા ખેડૂતો પરેશાન થયા હતા. ચારથી પાંચ દિવસ સુધી વીજળી ના આવતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને આગેવાનો PGVCLની કચેરીએ દોડી આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.
Amreli: અમરેલીના ચલાલા પંથકમાં ચારથી પાંચ દિવસ વીજળી ન આવતા ખેડૂતોમાં આક્રોશ, PGVCLની કચેરી બહાર મચાવ્યો હોબાળો

ખેડૂતોનો આરોપ છે કે કચેરીના અધિકારીઓ તેમની રજૂઆતો સાંભળતા નથી. સાથે મેઇન્ટેનન્સની કામગીરી ચાલી રહી હોવાથી દિવસ દરમિયાન વીજળી ના મળતા ખેડૂત પરિવારોમાં પણ નારાજગી જોવા મળી હતી. ખેડૂતોએ પીજીવીસીએલની કચેરીમાં ઘૂસીને હોબાળો મચાવ્યો હતો. તો સામે પક્ષે PGVCLના અધિકારીએ મેઇન્ટેનન્સની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી રાત્રી દરમિયાન વીજળી આપવાની બાંહેધરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

ખેતરમાં બિયારણ વાવી દીધું હોય ત્યારે વીજ પુરવઠો નહીં મળતા મોંઘા ભાવના બિયારણ નિષ્ફળ જવાનો ખેડૂતોને ડર સતાવી રહ્યો છે. ખેડૂતોને વીજ પુરવઠો નહીં મળતા મોટી સંખ્યામાં ખેડૂતો કચેરીએ આવતા ચલાલા પોલીસ પીજીવીસીએલ કચેરીએ દોડી આવી હતી.

ખેડૂતોનો આરોપ છે કે પીજીવીસીએલ કચેરીના અધિકારીઓને ફોન કરીએ છીએ ત્યારે તેમના દ્વારા ખેડૂતોના ફોન રિસીવ કરવામાં નથી આવતા જ્યારે ખેડૂતો રજૂઆત લઈને પીજીવીસીએલ કચેરી આવે છે ત્યારે કર્મચારીઓ ઊભા રહેતા નથી. ચલાલા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો પીજીવીસીએલ નાયબ ઇજનેરના જણાવ્યા અનુસાર, પવન સાથે કમોસમી વરસાદ આવતા વીજ પુરવઠો ખોરવાયો હતો પીજીવીસીએલની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો શરૂ કર્યો હતો. હાલ અમુક ફીડરમાં મેઇન્ટેનન્સ કામગીરી ચાલી રહી છે તે પૂર્ણ કરીને નિયમિત વીજ પુરવઠો મળી રહે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અંબાલાલ પટેલની આગાહીઃ અરબ સાગરમાં મહાકાય ચક્રવાત બનશે, ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહીઃ અરબ સાગરમાં ઉત્પન્ન થયેલા ચક્રવાત અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર અરબ સાગરમાં મહાકાય ચક્રવાત બનશે. આ ચક્રવાતમાં પવનની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે. દરિયાથી 1 હજાર માઈલ દૂર સુધી ચક્રવાતની અસર જોવા મળી શકે છે. આ ચક્રવાત ઓમાન અથવા પાકિસ્તાન તરફ જઈ શકે છે.

આગાહી અનુસાર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ ચક્રવાતની વધુ અસર જોવા મળશે. ભાવનગરથી પોરબંદર અને કચ્છના દરિયા કિનારે આ ચક્રવાતની અસર થશે. આ ચક્રવાતના કારણે ચોમાસુ થોડું મોડું બેસી શકે છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર બીપરજોય વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે અને અરેબિયન સી થી ઉત્તર તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું 2 કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે 8 જુનથી પવનની ગતિમાં વધારો થશે. આવતીકાલથી વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગુજરાત પર વર્તાશે. દરિયાઈ કાંઠે પવનની ગતિમાં વધરો થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget