શોધખોળ કરો

Hit And Run: વધુ એક માસૂમ બની રફતારનો ભોગ, પૂરપાટ ઝડપે આવતી કારે 8 વર્ષની માસૂમ બાળકીને ફંગોળી

રફતારના કહેરે વધુ એક માસૂમનો ભોગ લીધો છે. ધાનેરામાં 8 વર્ષની બાળકીને કારે ટક્કર મારતા બાળકીનું મોત થયું હતું.

Hit  And Run: બનાસકાંઠાના ધાનેરા તાલુકાના માલોત્રા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં 8 વર્ષની બાળકીનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે.  પૂરપાટ ઝડપે આવતી સ્વિફ્ટ કારે  8 વર્ષની બાળકીને ભયંકર  ટક્કર મારી  હતી. ટક્કર એવી જોરદાર હતી કે, બાળકીને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. આ ઘટના વહેલી સવારે બની હતી. વહેલી સવારના સમયે બાળકી ખેતરથી તેના ઘર તરફ જતી તે સમયે અકસ્માતની ઘટના બની. ઉલ્લેખનિય છે કે આ જ બાળકીને પિતાનું 2 વર્ષ પહેલા મૃત્યુ થયું હતું.ફરાર સ્વિફ્ટનાં ચાલકની ધાનેરા પોલીસે  શોધખોળ શરૂ કરી છે. માસૂમ બાળકીના અણધારી વિદાયથી સમગ્ર પરિજન અને આસપાસના વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

મહેસાણામાં  અલગ અલગ  બે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં એક માસૂમનો જીવ ગયો છે તો અન્ય એક ઘટનાં બાઇક સવારની ગંભીર ઇજા પહોંચી છે. મહેસાણાના લખવડ ગામ પાસે ટ્રેક્ટર ચાલકે સાયકલ પર જતાં બાળકને અડફેટે લેતા બાળકનું કરૂણ મોત નિપજ્યું છે. અકસ્માતમાં બાળકના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ટ્રેકટર ચાલાક  અકસ્માત બાદ સ્થળેથી ફરાર થઇ ગયો હતો. માસૂમના મોતથી પરિવારજનામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

તો બીજી તરફ મહેસાણાના આખજ ગામ પાસે  અજાણ્યા વાહને બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવારને ગંભીર ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્તને તાબડતોબ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યો હતો. બંને અલગ અલગ ઘટનામાં વાહન ચાલકને લાપરવાહીને લઇને પોલીસે ગુનો નોંઘીને વધુ તપાસ હાથ ધરી છે.  

માણાવદરના બાપોદર ગામની વિદ્યાર્થીની માટે પ્રવાસ બન્યો અંતિમ યાત્રા, વોટર સ્લાઈડના દોરડામાં પગ ફસાતા થયું કરૂણ મોત

 ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઘણી શાળાઓ દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. આ દરમિયાન જૂનાગઢના માણાવદરના બાપોદર ગામના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ માટે જૂનાગઢ આવ્યા હતા. પ્રવાસમાં છેલ્લે સૂરજ ફનવર્લ્ડની મુલાકાતે બાળકોને લઇ જવાયા હતા. જ્યાં વોટર સ્લાઇડના દોરડામાં એક વિદ્યાર્થીનીનો પગ ફસાયા બાદ તે 10 ફૂટ ઉપર ગઇ હતી જ્યાં લોખંડમાં તે ભટકાઇને જમીન પર પટકાતાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, માણાવદર તાલુકાની બાપોદર સરકારી પ્રાથમિક શાળામાંથી બાળકોને શૈક્ષણિક પ્રવાસ માટે જૂનાગઢ લાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનું નામ પાલી કાકડીયા છે. હાલ પોલીસે સમગ્ર બનાવ મુદ્દે તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
Embed widget