(Source: ECI/ABP News/ABP Majha)
ખેડા જિલ્લામાં 4 પીઆઈ અને 21 કોન્સ્ટેબલની બદલી, પોલીસ બેડામાં ખળભળાટ
ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના D સ્ટાફના 10 કોન્સ્ટેબલ બદલી કરવામાં આવી છે. એક સાથે 10 કોન્સ્ટેબલ બદલી કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
ખેડાઃ ખેડા જિલ્લા પોલીસ વિભાગમાં બદલીનો દોર યથાવત છે. જિલ્લા એસ.પી.રાજેશ ગઢીયા દ્વારા આંતરિક બદલીઓ કરવામાં આવી છે. 4 PI અને 21 કોન્સ્ટેબ્લ ની આંતરિક બદલી કરવામાં આવી છે. ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના D સ્ટાફના 10 કોન્સ્ટેબલ બદલી કરવામાં આવી છે. એક સાથે 10 કોન્સ્ટેબલ બદલી કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
ખેડા ટાઉન PIની ડાકોર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. મહુધા PI ની ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. LIB PI ની મહુધા પોલીસ સ્ટેશન ખાતે, જ્યારે ડાકોર પોલીસ સ્ટેશનના PI ની LIB માં બદલી કરવામાં આવી છે.
ભાવનગરના 12 PSIની આંતરીક બદલી કરાઇ
ભાવનગર જિલ્લાના એસ.પી. રવિન્દ્ર પટેલ પોલીસ કર્મચારીઓની બદલીના મુડમાં હોય તેમ વધુ 12 પોલીસ સબ ઇન્સપેક્ટરોની આંતરીક બદલી કરી દીધી છે ત્યારે વાય.પી.વ્યાસની દાઠા પો.સ્ટેમાંથી બગદાણા પો.સ્ટે, એન.કે. વિંઝુડાની ગારિયાધારથી એમ.ઓ.બી.શાખા, જે.એમ.ગઢવીની બગદાણા પો.સ્ટેથી રીડર મહુવા, એન.જી.જાડેજાની વેળાવદર ભાલથી રીડર પાલિતાણા, વી.સી.જાડેજા ગંગાજળિયાથી દાઠા પો.સ્ટે., એચ.બી. મુસાર ગંગાજળિયાથી વેળાવદર ભાલ, આર. એ. વાઢેર જેસરથી ગારિયાધાર, એમ.બી.ગુર્જર મહુવાથી જેસર, બી.એ. ચુડાસમા ભરતનગર મહુવા પો.સ્ટે., આર.બી.વાધીયા એસ.ઓ.જી રીડર ભાવનગર, વાય.પી. પટેલની ઘોઘારોડથી એલ.આઇ.બી., એસ.કે.પટેલ, એલ.આઇ.બીથી લીવ રીઝર્વ પો.સ.ઇ. ખાતે બદલી કરી દેવાઇ છે.
થોડા દિવસ પહેલા 22 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરવાનો આદેશ ડીજીપી વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યો હતો. જે બાદ રાજ્યના 63 પીએસઆઈની બદલી કરવામાં આવી છે. રાજ્યના 63 બિન હથીયારી PSIની બદલી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 22 પોલીસ ઈન્સ્પેકટરો(બિન હથિયાર ધારી)ની બદલી કરવામાં આવી હતી. ડીજીપી વિકાસ સહાય દ્રારા બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. જે.એમ. જાડેજા જેઓ હાલમાં વડોદરામાં ફરજ બજાવે છે તેમની બદલી પૂર્વ ગાંધીધામમાં કરવામાં આવી હતી. વી.એલ. સાકરિયા જેઓ વડોદરા શહેરમાં ફરજ બજાવતા હતા તેમને બોટાદમાં ફરજ પર મુકવામાં આવ્યા હતા. કે.એન. ભુકાણ જેઓ રાજકોટમાં ફરજ બજાવતા હતા તેમને અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્યા હતા. વી.એન. મહિલા જેઓ રાજકોટમાં ફરજ બજાવતા હતા તેમની બદલી ખેડા ખાતે કરવામાં આવી હતા. જ્યારે આર.જે. ગોહીલ જેઓ ભરુચ ખાતે ફરજ બજાવતા હતા તેમની બદલી નર્મદા ખાતે કરવામાં આવી હતી.