ANAND: આણંદમાં બોર ખાવા ગયેલા કિશોરનું કરંટ લાગતા મોત, પાકને પશુઓથી બચાવવા લગાવેલો ઝટકા કરંટ બન્યો મોતનું કારણ
ANAND: બોરસદ તાલુકાના કિંખલોડ આવેલ રવિપુરાના સીમ વિસ્તારમા બોર ખાવા ગયેલા 12 વર્ષના બાળકનુ વીજકરંટ લાગતા કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું.
ANAND: બોરસદ તાલુકાના કિંખલોડ આવેલ રવિપુરાના સીમ વિસ્તારમા બોર ખાવા ગયેલા 12 વર્ષના બાળકનુ વીજકરંટ લાગતા કમકમાટીભર્યુ મોત નિપજ્યુ. કિંખલોડ ગામે રહેતો અનિલ પ્રવિણભાઈ ઠાકોર નામનો 12 વર્ષીય બાળક સાંજના પાંચેક વાગ્યાના અરસામા સ્કૂલેથી છૂટીને ઘરે આવ્યો હતો ત્યારબાદ રવિપુરા સીમમાં બોર ખાવા માટે ગયો હતો. આ દરમ્યાન રમેશભાઈ કાનજીભાઈ પટેલના કેળાના પાકવાળા ખેતરની ફરતે મારેલી લોખંડની તારવાળી વાડને અડી જતાં તેને જોરદાર વીજકરંટ લાગતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તુરંત જ ભાદરણ પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી પહોંચી હતી અને લાશનો કબ્જો લઈને પીએમ માટે બોરસદના સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. જ્યાં બાળક્નુ પીએમની પ્રક્રિયા હાથ ધરવામા આવ્યું હતું. પરિવારના જણાવ્યા અનુસાર કેળાના પાકને પશુઓથી બચાવવા માટે ખેતરની ફરતે લોખંડના તારવાળી વાડ બનાવી હતી અને તેમાં ઝટકા કરંટ ઉતાર્યો હતો. જો કે ઝટકા કરંટ લાગવાથી કોઈનું મૃત્યુના નીપજી શકે, ડાયરેક્ટ વીજકરંટ ઉતારવામાં આવ્યો હોય તો જ મોત થાય.
ઘટના અંગે પોલીસે એફ.એસ.એલ અને વીજ કંપનીને સાથે રાખી તપાસ હાથ ધરવામા આવી છે. જેમા ખેતર માલીક મુળ વિદેશમા રહેતો હોય અને તેનુ ખેતર અન્ય ખેડુત વાવવા આપ્યુ હોવાનુ પ્રાથમિક તપાસમા સામે આવેલ છે. જેમા ખેતરમા કરેલ કેળાના પાકની સુરક્ષા માટે લગાવેલ ઝાટકા મશીનની બેટરી ખરાબ થઇ જતા ખેતર ખેડતા ખેડુત દ્વારા લાપરવાહી દાખવી સીધુ જ વીજ જોડાણ આપ્યુ હોવાની શંકાના આધારે તપાસના દોર શરુ કરવામા આવ્યો છે.
વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીની કરાઇ છેડતી
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીની છેડતીનો વધુ એક કિસ્સો નોંધાયો છે. મળતી જાણકારી અનુસાર, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવી હતી. યુનિવર્સિટી કેમ્પસની બહારથી આવેલા 38 વર્ષીય ઘનશ્યામ ઉર્ફે કમો હેમંત સૂર્યવંશીએ તું મારી સાથે વાત કેમ નથી કરતી તેમ કહીને વિદ્યાર્થીનીનું ગળુ દબાવ્યું હતું. જેના પગલે કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીનીએ સયાજીગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. યુનિવર્સિટી કેમ્પસમાં બહારના વ્યકિતના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં તેઓ બેરોકટોક એન્ટ્રી લઈ રહ્યા છે.ત્યારે યુનિવર્સિટીની વિજિલન્સ સિક્યોરિટી સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.