Anand: ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રએ અમેરિકામાં ફુલેકું ફેરવાતા ધરપકડ
આણંદ: અમેરિકામાં ગુજરાતના પૂર્વ ધારાસભ્યના પુત્ર સામે ઠગાઈનો ગુનો નોંધવામાં આવ્યો છે. વૃધ્ધા સાથે ફોન કૌભાંડ દ્વારા 80 હજાર ડોલરની ઠગાઈ કરી હોવાની વાત સામે આવી છે. આણંદના પાર્થ પટેલની અમેરિકા પોલીસે ઘરપકડ કરી છે.
આણંદ: અમેરિકામાં ગુજરાતના પૂર્વ ધારાસભ્યના પુત્ર સામે ઠગાઈનો ગુનો નોંધવામાં આવ્યો છે. વૃધ્ધા સાથે ફોન કૌભાંડ દ્વારા 80 હજાર ડોલરની ઠગાઈ કરી હોવાની વાત સામે આવી છે. આણંદના પાર્થ પટેલની અમેરિકા પોલીસે ઘરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે, પાર્થ પટેલ આણંદના ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્ર છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ઠગાઈની ઘટના બની છે. ફ્લોરિડા પોલીસે પાર્થ પટેલ સાથે અન્ય બે લોકોની ધરપકડ કરી છે.
ઉપસરપંચે ધર્મપરિવર્તન માટે દબાણ કરતા વૃદ્ધ દંપત્તિએ ગામમાંથી હિજરત કરતા ખળભળાટ
ગળતેશ્વર તાલુકાના ખાખરીયા ગામના વૃદ્ધ દંપત્તિએ હિજરત કર્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વૃદ્ધ દંપત્તિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગામના ઉપસરપંચ દ્વારા તેમને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવે છે. તમામ ફરિયાદ સાથે વૃદ્ધ દંપત્તિ ફુલાભાઈ અને તેમની પત્ની મંજુલાબેન ન્યાય માટે સેવાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.પોલીસે વૃદ્ધ દંપતિની અરજી સ્વીકાર કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.તો બીજી તરફ ઉપસરપંચ હર્ષદભાઈ મકવાણા દ્વારા તેમની પર લગાવેલા આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા હતા.
મૂળ હિન્દુ વૃદ્ધ પતિ પત્નીને ગામના ઉપસરપંચ દ્વારા ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો આરોપ લાગ્યો છે. વૃદ્ધ પતિ પત્નીના કુટુંબીજનોએ અગાઉ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે. પરંતુ આ વૃદ્ધ પતિ પત્ની ખિસ્તી ધર્મ અપનાવવા માગતા નથી. ખ્રિસ્તી ધર્મ નહીં અપનાવતા વૃદ્ધ પતિ પત્નીએ ગામમાંથી હિજરત કરવી પડી હોવાનો આક્ષેપ લાગ્યો છે. હિજરત કર્યા બાદ વૃદ્ધોના ઘર પાછળ રહેલા સામાનને વેરવિખેર કરવામાં આવ્યો. તો બીજી તરફ વૃદ્ધ દ્વારા ગામના મુસ્લિમ સરપંચને રજૂઆત કરતા મુસ્લિમ સરપંચે પણ ઉપસરપંચની વાત માનવા માટે દબાણ કર્યું. ગામના સરપંચ અને ઉપસરપંચ સહિત પાંચ લોકો સામે ન્યાય માટે વૃદ્ધ અને વૃદ્ધા પોલીસના શરણે પહોંચ્યા છે.
સૌરાષ્ટ્રના બીજેપી નેતાએ કેમ કહ્યું, ખરી જાડી ચામડીના થઇ ગયા છીએ આપણે!
બીજેપીના વરિષ્ઠ નેતા ડોક્ટર ભરત કાનાબારે એક ટ્વીટ કરી ફરી નારાજગી વ્યક્ત કરી છે. આ વખતે તેમણે કર્મચારીઓના પગારને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, માવો કે પાન મસાલો એક કલાક ના મળે તો ઘાંઘા થઇ જાઈએ છીએ આપણે. પણ ટૂંકી અને બાંધી આવકવાળા કર્મચારીઓના પગાર ઘણી નગરપાલિકાઓમાં ત્રણ ત્રણ મહિના સુધી થતા નથી તેમના પરિવારોનું શું થતું હશે તેનો વિચાર પણ આપણને આવતો નથી ! ખરી જાડી ચામડીના થઇ ગયા છીએ આપણે !!