Anand: ડાંગરની રોપણી કરવા જતું ટ્રેક્ટર પલટી જતાં 3 લોકોનાં મોત, 11 લોકોનાં ઘાયલ
Anand News: મરણ પામનારા ત્રણેય પંચમહાલથી મજૂરી કામ માટે જીચકા ગામે આવ્યા હતા, મૃતકોને પીએમ અર્થે તારાપુર સરકારી હોસ્પિટલે ખાતે ખસેડાયા હતા.
Anand: તારાપુરના જીચકા ગામે ટ્રેક્ટર પલ્ટી મારી જતાં 3 લોકોનાં મોત થયા. ટ્રેકટરમાં 14 લોકો સવાર હતા. જીચકા ગામે ઉનાળું ડાંગરની રોપણી કરવા સવારે ટ્રેક્ટર લઈ ખેતરમાં જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. જીચકા ગામના તળાવ પાસે આવેલ ટર્નિંગમાં ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં બાજુના કાસમાં ટ્રેકટર ખાબક્યું હતું. જેમાં 11 નો આબાદ બચાવ અને 3નાં મોત થયા હતા. મરણ પામનારા ત્રણેય પંચમહાલથી મજૂરી કામ માટે જીચકા ગામે આવ્યા હતા, મૃતકોને પીએમ અર્થે તારાપુર સરકારી હોસ્પિટલે ખાતે ખસેડાયા હતા.
આણંદ એક્સપ્રેસ વે પર ડાકોરના યુવકની ઈકો ટ્રક પાછળ ઘૂસી ગઈ, ત્રણ લોકોનાં મોત
રાજ્યમાં સોમવારની ગોઝારી શરૂઆત થઈ છે. આણંદ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના કમકમાટીભર્યા મોત થયા છે. ડાકોરના ત્રણ લોકોનાં મોતથી રણછોડરાયની નગરીમાં શોકનો માહોલ છવાઈ ગયો. ખંભોળજ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૂળ ડાકોરના યુવકે ગાડીના માલિકને વડોદરા મૂકી પરત ફરતા હતા ત્યારે મોડી રાત્રે એક્સપ્રેસ હાઈવે પર તેમની ઇકો કાર રોડ પર ઉભેલી ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં એક સાથે ત્રણ લોકોનાં મોત થયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખંભોળજ પોલીસે ટ્રક ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
નામ બદલી લગ્નવાંછુક હિન્દુ યુવકને ફસાવતી વધુ એક મુસ્લિમ લૂંટેરી દુલ્હન ઝડપાઈ
અમરેલી જિલ્લામાં લૂંટેરી દુલ્હનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ વખતે મુસ્લિમ મહિલાએ હિન્દુ યુવતિ બની લગ્ન વાંછુક યુવક સાથે લગ્ન કર્યા હતા અને 15 દિવસમાં નાસી ગઈ હતી. આ અંગે અંગે દિનેશ જ્યાણી નામના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, જ્યોતિ નામ ધારણ કરી ફરજાનાબાનુંએ સાવરકુંડલા ના યુવક દિનેશ જ્યાણી સાથે લગ્ન કરી રૂપિયા 90,000 પડાવી લીધા હતા. લગ્ન બાદ 15 દિવસ રહીને નાસી ગઈ હતી. દિનેશ જયાણીએ છેતરપિંડી અને વિશ્વાસઘાતની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ દ્વારા જ્યોતિ ઉર્ફે ફરજાનાબાનુને જલાલપુર વેસ્મો ગામેથી ઝડપી પાડી હતી. આ પહેલા ટોળકી સાવરકુંલાના યુવક પાસેથી રૂપિયા 1,90,000 ઝડપી લીધા હતા. બંને ગુનાના માસ્ટરમાઈન્ડ કિશોર મકવાણા અને તાહેરા ઉર્ફે કાજલને પોલીસે જેલ માંથી કબજો મેળવી ધોરણ કાર્યવાહી હાથ ધરી હતી.