શોધખોળ કરો

Anand Crime: પ્રેમ લગ્નના ઝઘડામાં 11 શખ્સો દ્વારા SRP જવાનના ઘર પર હુમલો, પથ્થરમારા બાદ બારી-બારણાં તોડ્યા

આણંદ જિલ્લામાંથી ગઇ રાત્રે એક ગુનાખોરીની ઘટના સામે આવી છે, અહીં એસઆરપી જવાનના ઘરે પર કેટલાક શખ્સોએ હથિયારોથી હુમલો કર્યો છે

Anand Crime News: આણંદ જિલ્લામાંથી ગઇ રાત્રે એક ગુનાખોરીની ઘટના સામે આવી છે, અહીં એસઆરપી જવાનના ઘરે પર કેટલાક શખ્સોએ હથિયારોથી હુમલો કર્યો છે, એસઆરપી જવાનના દીકરાએ કરેલા પ્રેમ લગ્નને લઇને છેલ્લા કેટલાક દિવસોથી બબાલ ચાલી રહી હતી, જેના અનુસંધાને ગઇ રાત્રે 11 જેટલા હુમલાખોરો હથિયારો અને પાઇપો-લાકડી, ડંડા સાથે ધસી આવ્યા હતા, અને ઘરના બારી-બારણાં તોડી નાંખ્યા હતા. હાલ આ મામલે ઉમરેઠ પોલીસ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

મળતી માહિતી પ્રમાણે, ગઇ રાત્રે આણંદ જિલ્લાના ઉમરેઠના ધુલેટા ગામમાં 11 જેટલા શખ્સોએ એસઆરપી જવાનના ઘરે હુમલો કર્યો હતો. આ હુમલો પ્રેમ લગ્નની જુની અદાવતના કારણે કરાયો હોવાનું સામે આવ્યુ છે. ઉમરેઠના ધુલેટા ગામમાં રહેતા એસઆરપી જવાનના દીકરાએ પ્રેમ લગ્ન કરી લીધા હતા, આ વાતથી રોષે ભરાયેલા સામાપક્ષ વાળાએ તકનો લાભ લઇને અને જુની અદાવતના કારણે ગઇરાત્રે અચાનક SRP જવાનના ઘરે 11 જેટલા શખ્સોએ હુમલો કરી દીધો હતો, ઘર પર પથ્થરમારો કર્યો અને બાદમાં ઘરના બારી-બારણા પર ડંડા ફટકાર્યા હતા. જોકે, આ રાત્રે મચાવેલા આ આતંકની આ સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. હાલમાં આ ઘટના અંગે ઉમરેઠ પોલીસે 11 આરોપીઓ વિરૂદ્ધ રાયૉટિંગ ધારા હેઠળ કરી કાર્યવાહી શરૂ કરી છે.

ઘોર કળિયુગ! ધોરાજીમાં નરાધમ પિતાએ સગી દીકરી પર આચર્યું દુષ્કર્મ

પાટણવાવ વિસ્તારમાંથી સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પિતા પુત્રીના પવિત્ર સંબંધ ઉપર કલંક લગાવતા કીસ્સાને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ઉપલેટા તાલુકાના લાઠ ગામે હેવાન પિતાએ 6 મહિના સુધી સગીર દીકરીનો દેહ પિંખતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં આ અંગે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે.

ળિયુગી પિતાએ 17 વર્ષની સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું

પોલીસ ફરિયાદ બાદપાટણ વાવ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે નરાધમ પિતા દીકરી સાથે ન કરવાનું કામ કરતો હતો ત્યારે ડ પરદાદી જોઈ ગયા હતા. જે બાદ પરદાદીએ નરાધમને ધમકાવ્યો હતો. કળિયુગી પિતાએ 17 વર્ષની સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરતા લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

પિતાની બીકને લઈ દીકરી કઈ બોલી શકતી નહોતી

17 વર્ષની મા વિહોણી દીકરી ઉપર પિતાએ સતત 6 મહિના થયા દુષ્કર્મ ગુજારતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. પિતાની બીજી પત્ની રિસામણે જતા પિતાએ દીકરી ઉપર જ નજર બગાડી અને સતત છ મહિના સુધી હવસનો શિકાર બનાવી. તો બીજી તરફ પિતાની બીકને લઈ દીકરી કઈ બોલી શકતી નહોતી પણ પરદાદીએ ભાંડો ફોડતા નરાધમ પિતાની કરતુત બહાર આવી.

પોલીસે 376 અને પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો

65 વર્ષીય પરદાદીની ફરિયાદ પરથી DYSP રોહિત ડોડીયાના માર્ગદર્શનમાં પાટણવાવ પીએસઆઇ કે એમ ચાવડાએ 376 અને પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી નરાધમ પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પિતાને પોલીસે ધોરાજી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ આરોપી પિતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આ ઉપરાંત નરાધમને કડકમાં કડક સજા થાય તેવી પણ માગ કરવામાં આવી રહી છે. હાલમાં સમગ્ર પંથકમાં આ કિસ્સાએ ચકચાર જગાવી છે. હવે દીકરીઓ ઘરમાં જ સુરક્ષીત નથી તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: બંગાળીની ખાડીમાં સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ, આગામી 2 દિવસ આ જિલ્લામાં વરસશે  ભારે વરસાદ
Gujarat Rain: બંગાળીની ખાડીમાં સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ, આગામી 2 દિવસ આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ
Gujarat Rain Live Update : બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ,કચ્છ, બનાસકાંઠામાં ધોધમાર વરસાદ
Gujarat Rain Live Update : બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ,કચ્છ, બનાસકાંઠામાં ધોધમાર વરસાદ
Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં ફાટ્યું આભ, 16 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકાર
Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં ફાટ્યું આભ, 16 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકાર
આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર, મંત્રી બચુ ખાબડને કેબિનેટમાંથી હટાવવા કૉંગ્રેસે કરી માંગ
આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર, મંત્રી બચુ ખાબડને કેબિનેટમાંથી હટાવવા કૉંગ્રેસે કરી માંગ
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Alert : રાજ્યના ચાર જિલ્લાની શાળા-કોલેજોમાં આજે રજા જાહેર
Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં બારે મેઘ ખાંગા, ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ?
Gujarat Rain Alert: રાજ્યમાં આગામી 1 કલાક 3 જિલ્લા માટે ભારે, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : શક્તિની દેવીના આશીર્વાદ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: બંગાળીની ખાડીમાં સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ, આગામી 2 દિવસ આ જિલ્લામાં વરસશે  ભારે વરસાદ
Gujarat Rain: બંગાળીની ખાડીમાં સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ, આગામી 2 દિવસ આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ
Gujarat Rain Live Update : બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ,કચ્છ, બનાસકાંઠામાં ધોધમાર વરસાદ
Gujarat Rain Live Update : બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ,કચ્છ, બનાસકાંઠામાં ધોધમાર વરસાદ
Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં ફાટ્યું આભ, 16 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકાર
Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં ફાટ્યું આભ, 16 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકાર
આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર, મંત્રી બચુ ખાબડને કેબિનેટમાંથી હટાવવા કૉંગ્રેસે કરી માંગ
આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર, મંત્રી બચુ ખાબડને કેબિનેટમાંથી હટાવવા કૉંગ્રેસે કરી માંગ
Gujarat Rain: રાજ્યના આ ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી, શાળા-કોલેજોમાં જાહેર કરાઈ રજા
Gujarat Rain: રાજ્યના આ ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી, શાળા-કોલેજોમાં જાહેર કરાઈ રજા
ભારે વરસાદથી ભૂજમાં જળબંબાકાર, બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા
ભારે વરસાદથી ભૂજમાં જળબંબાકાર, બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા
Patan Rain: સાંતલપુરમાં ભારે વરસાદથી ઠેર-ઠેર ભરાયા પાણી, 100થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Patan Rain: સાંતલપુરમાં ભારે વરસાદથી ઠેર-ઠેર ભરાયા પાણી, 100થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Donald Trump: રશિયા પર નવા પ્રતિબંધો લગાવવાની તૈયારીમાં અમેરિકા, ટ્રમ્પે કરી દીધી મોટી જાહેરાત
Donald Trump: રશિયા પર નવા પ્રતિબંધો લગાવવાની તૈયારીમાં અમેરિકા, ટ્રમ્પે કરી દીધી મોટી જાહેરાત
Embed widget