શોધખોળ કરો
Advertisement
આણંદમાં હથિયારના ઘા ઝીંકી યુવકની કરાઈ હત્યા, જાણો વિગતે
જૂની અદાવતને લઈ હત્યા થઈ હોવાનું અનુમાન છે. મૃતક યુવકનું નામ શશાંક રાજેશભાઈ ભાટિયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો.
આણંદઃ ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. પોલીસનો ડર રહ્યો ન હોય તેમ રાજ્યમાં હત્યાની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે. આવી જ એક ઘટના આણંદમાં બની છે. આણંદના એન એસ પટેલ સર્કલ પાસે ત્રણ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા એક યુવાનને હથિયારના તીક્ષ્ણ ઘા ઝીંકી હત્યા કરાઈ હતી.
જૂની અદાવતને લઈ હત્યા થઈ હોવાનું અનુમાન છે. મૃતક યુવકનું નામ શશાંક રાજેશભાઈ ભાટિયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. મૈત્રીક પટેલના નામના યુવકને ઈજા પહોંચતા તેને આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તનું નિવેદન લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ઘટનાની જાણ થતાં રેન્જ IG, SP, DYSP, PI સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
IND v BAN: ત્રીજી T20માં ટીમ ઈન્ડિયા આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે મેદાનમાં, જાણો કોનું કપાશે પત્તુ
બંગાળમાં દરિયાકાંઠે ટકરાયું વાવાઝોડુ બુલબુલ, આગામી 6-8 કલાક ગંભીર
નાગપુરમાં આજે ત્રીજી T 20, બંને ટીમોની નજર શ્રેણી જીત પર, ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement