શોધખોળ કરો
IND v BAN: ત્રીજી T20માં ટીમ ઈન્ડિયા આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે મેદાનમાં, જાણો કોનું કપાશે પત્તુ
નાગપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી અને આખરી તેમજ નિર્ણાયક ટી-૨૦માં સ્પિનરોની ભૂમિકા નિર્ણાયક બનશે. હાલ બંને ટીમ 1-1ની બરોબરી પર છે.

નાગપુરઃ ભારત અને બાંગ્લાદેશ ત્રણ T-20 સીરિઝની નિર્ણાયક મેચ રવિવારે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમ 1-1ની બરોબરી પર છે. રાજકોટમાં રંગ જમાવ્યા પછી ભારત સીરિઝ જીતવા માટે ફેવરિટ છે. બીજી તરફ બાંગ્લાદેશની ટીમ રાજકોટની હારને ભૂલીને સીરિઝ જીતી ઈતિહાસ રચવા માંગશે. નાગપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી અને આખરી તેમજ નિર્ણાયક ટી-૨૦માં સ્પિનરોની ભૂમિકા નિર્ણાયક બનશે. ઓપનિંગમાં રોહિત શર્મા અને શિખર ધવન આવશે. વન ડાઉનમાં લોકેશ રાહુલ, ચોથા નંબર શ્રેયસ ઐયર નક્કી છે. પાંચમા ક્રમે રિષભ પંતના સ્થાને સંજુ સેમસનને તક મળી શકે છે. છઠ્ઠા નંબર પર મનિષ પાંડેને શિવમ દુબેના સ્થાને મોકો મળી શકે છે. સાતમા ક્રમ પર કૃણાલ પંડયા ઉતરી શકે છે. આઠમા નંબર પર વોશિંગ્ટન સુંદર, નવમા ક્રમે શાર્દુલ ઠાકુર, દસમા ક્રમે દીપક ચહર અને અગિયારમાં નંબર પર યુઝવેન્દ્ર ચહલને તક મળી શકે છે. ફાઇનલ ટી20માં ખલીલ અહમદ, શિવમ દુબે અને રિષભ પંતને સ્થાન નહીં મળવાની શકયતા છે. બંગાળમાં દરિયાકાંઠે ટકરાયું વાવાઝોડુ બુલબુલ, આગામી 6-8 કલાક ગંભીર નાગપુરમાં આજે ત્રીજી T 20, બંને ટીમોની નજર શ્રેણી જીત પર, ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ
વધુ વાંચો





















