બંગાળમાં દરિયાકાંઠે ટકરાયું વાવાઝોડુ બુલબુલ, આગામી 6-8 કલાક ગંભીર
હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ, બુલબુલ વાવાઝોડું સાગર આઇલેંડ (પશ્ચિમ બંગાળ) અને ખેપુપારા (બાંગ્લાદેશ) વચ્ચે થઈને સુંદરબન ડેલ્ટાને પાર કરીને ઉત્તર-પૂર્વ ભારત તરફ જશે. હવામાન વિભાગે હાલ ચક્રવાતને ગંભીર શ્રેણીમાં રાખ્યું છે.
હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ, બુલબુલ વાવાઝોડું સાગર આઇલેંડ (પશ્ચિમ બંગાળ) અને ખેપુપારા (બાંગ્લાદેશ) વચ્ચે થઈને સુંદરબન ડેલ્ટાને પાર કરીને ઉત્તર-પૂર્વ ભારત તરફ જશે. હવામાન વિભાગે હાલ ચક્રવાતને ગંભીર શ્રેણીમાં રાખ્યું છે. જે બાદ નબળું પડવાનો અંદાજ છે.IMD: It is very likely to move northeastwards to Bangladesh across South 24 Parganas district of West Bengal. It is very likely to weaken gradually into a cyclonic storm over coastal Bangladesh and adjoining South and North 24 Parganas district of West Bengal by 10th morning. https://t.co/bJVZsiIp7g
— ANI (@ANI) November 9, 2019
આગામી 6 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળશે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ઉપરાંત 18 કલાક સુધી બંગાળની ખાડીમાં ન જવાનો આદેશ પણ કર્યો છે. આગામી 36 કલાકમાં મેઘાલય, મિઝોરમ અને આસામમાં હળવા વરસાદની સંભાવના છે.India Meteorological Dept (IMD): Severe Cyclonic Storm #Bulbul lay centred at 0230 hours of today, over coastal West Bengal & adjoining Bangladesh, about 12 km southwest of Sundarban National Park (South 24 Parganas District of West Bengal). pic.twitter.com/w2XfNzEev7
— ANI (@ANI) November 9, 2019
સાવચેતીના પગલાંરૂપે એનડીઆરએફની 35 ટીમ તહેનાત કરાઈ છે. બીજી બાજુ ઓડિશામાં પણ આ તોફાનને કારણે સમુદ્રમાં બેથી ત્રણ મીટર ઊંચા મોજાં ઊછળે તેવી સંભાવના છે. 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠાના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.IMD:Sea condition will be high to very rough over NE Bay of tonight during next 12 hrs. Fishermen are advised not to venture into sea along & off north Odisha – West Bengal coasts during next 12 hrs. They're advised not to venture into north Bay of Bengal for next 18 hrs. #Bulbul https://t.co/gFysgien5o
— ANI (@ANI) November 9, 2019
India Meteorological Department (IMD): Light to moderate rainfall at many places with isolated heavy falls very likely over South Assam & Meghalaya, Tripura, and Mizoram during next 36 hours. #Bulbul https://t.co/T0p3C6cDHb
— ANI (@ANI) November 9, 2019