Anand: ભાજપના યુવા નેતા વિરુદ્ધ નોંધાયો કેસ, જાણો શું છે મામલો
Anand News: તું આમરોલ ગામમાં નોકરી કેવી રીતે કરે છે, અમે જોઈ લઇશું. આ નિશાન તારા બાપની નતી, નિશાળ અમારી અને અમે ગામના આગેવાન છીએ, અમે જે ધારીએ તે કરી શકીએ છીએ તેમ પણ કહ્યું.
Ananad: આણંદ જિલ્લા ભાજપનાં યુવા નેતા વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. જિલ્લા ભાજપ સોશિયલ મીડિયાનાં સહ કન્વીનર વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. આમરોલ પ્રાથમિક શાળાના મહિલા આચાર્યાએ ફરિયાદ નોંધાવી છે. મહિલા આચાર્યાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા બદલ ભાજપનાં યુવા નેતા દેવેન્દ્રસિંહ પઢીયાર વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. દેવેન્દ્રસિંહ પઢીયાર ગ્રામ પંચાયતનાં સભ્ય પણ છે. આ ઉપરાંત આમરોલ ગામનાં પૂર્વ સરપંચ મનુભાઈ પઢીયાર વિરૂદ્ધ પણ ગુનો નોંધાયો છે. આંકલાવ પોલીસે ભાજપનાં યુવા નેતા સહીત બે વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહિલા આચાર્ય દીપાલીબેન મહેતા (ઉ.વ.49)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ જાન્યુઆરી 2018થી આંકલાવ તાલુકાના આમરોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આમરોલ ગામના મનુભાઈ પુંજાભાઈ પરમાર તથા બીજા માણસો મને હેકાન પરેશાન કરતા હોવાથી પાંચ મહિના પહેલા આંકલાવ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. મનુભાઈ પુંજાભાઈ પરમાર તથા દેવેન્દ્રસિંહ પઢીયાર મને હેરાન કરવાની કોશિશ કરતા તેમની વિરુદ્દ અરજી આપવા આંકલાવ પોલીસ સ્ટેશન આવી હતી. ત્યાં મનુભાઈ પુંજાભાઈ પરમાર અને દેવેન્દ્રસિંહ વજેસિંહ પઢીયાર મને મળ્યા હતા અને જોરજોરથી બોલી કહેવા લાગ્યા કે, તું આમરોલ ગામમાં નોકરી કેવી રીતે કરે છે, અમે જોઈ લઇશું. આ નિશાન તારા બાપની નતી, નિશાળ અમારી અને અમે ગામના આગેવાન છીએ, અમે જે ધારીએ તે કરી શકીએ છીએ. જો અમારા ગામમાં નોકરી કરવા આવીશ તો રસ્તામાં આવતા જતા ગમે તે રીતે પુરી કરી નાંખીશું.
View this post on Instagram