Anand: લાઇટ-ચાલુ બંધ કરવા બાબતે ઘરમાં થયો જોરદાર ઝઘડો, તો મહિલાએ કર્યો એસિડ એટેક, ચાર દાઝ્યા
આણંદ જિલ્લામાથી એક પારિવારિક ઝઘડાની ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે, ખરેખરમાં આ ઘટના જિલ્લા ઠાસરાનાં ધુણાદરા લાખોટી પરામાં સોમવારે રાત્રે ઘટી છે

Anand News: આણંદમાંથી આજે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જિલ્લાના ઠાસરામાંથી એક મહિલા દ્વારા એસિડ એટેક કરવાની ઘટના સામે આવી છે, આ ઘટનામાં ત્રણ પુરુષ અને એક બાળકીને ઇજા પહોંચી છે, હાલમાં આ ત્રણેયને સારવાર માટે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે, કહેવાઇ રહ્યુ છે, આ સમગ્ર ઘટના ઘરેલુ ઝઘડાના કારણે બની હતી.
મળતી માહિતી પ્રમાણે, આણંદ જિલ્લામાથી એક પારિવારિક ઝઘડાની ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે, ખરેખરમાં આ ઘટના જિલ્લા ઠાસરાનાં ધુણાદરા લાખોટી પરામાં સોમવારે રાત્રે ઘટી છે, અહીં એક જ પરિવાર વચ્ચે નાનાકડી બાબતને લઇને ઝઘડો થયો હતો, ઘરમાં લાઇટ બંધ કરવાની વાતને લઇને ઝઘડો થયો હતો, એકે કહ્યું કે લાઇટ કેમ બંધ ના કરી આ બાબતથી રોષે ભરાયેલી મહિલાએ એસિડ એટેક કરી દીધો હતો. આ એસિડ એટેકમાં ત્રણ પુરુષ અને એક બાળકીને ઇજા પહોંચી હતી. હાલ બેને ગંભીર ઇજાઓ થઇ છે, અને સારવાર માટે તમામ પીડિતોને ઉમરેઠની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. આ બનાવ અંગે ડાકોર પોલીસે હૉસ્પિટલની વરધીના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
ભાઈની હત્યાનો બદલો લેવા 5 કરોડની સોપારી આપી, 8 મહિના બાદ પોલીસે ભેદ ઉકેલ્યો
નવસારીમાં 8 મહિના પહેલાં હત્યા કેસમાં સંડોવાયેલા એક યુવકની પણ હત્યા થઈ હતી. આખરે પોલીસે તેનો ભેદ ઉકેલી 6 આરોપીને દબોચી લીધા છે. જો કે, મુખ્ય આરોપી ફરાર છે. વર્ષ 2021માં નવસારીના બીલીમોરાના આતલિયા ગામના મહિલા સરપંચના પુત્ર નીમેશ પટેલની હત્યા કરી દેવાઈ હતી. પોલીસે 13 લોકો સામે ગુનો નોંધ્યો હતો.
જેલમાંથી ભૌતિક જામીન પર બહાર આવ્યો
નીમેશની હત્યામાં મુખ્ય રોલ ભૌતિક પટેલનો હતો. જેલમાંથી ભૌતિક જ્યારે જામીન પર બહાર આવ્યો તો મૃતક નીમેશના ભાઈ કલ્પેશે ભૌતિકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ભૌતિકને આસાનીથી મારી શકાય આ માટે 5 કરોડની સોપારી આપી તેના જ મિત્રોનો સહારો લેવાયો. 6 એપ્રિલ, 2023ના નવસારીના ગણદેવી ચાર રસ્તા પાસે આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટમાં પાર્ટી કરવાના બહાને ભૌતિકને બોલાવવામાં આવ્યો.આ સમયે ભૌતિકના જ મિત્ર હર્ષ ટંડેલે તલવારથી ભૌતિકની હત્યા કરી નાંખી. બાદમાં રેલવે ટ્રેક નજીક લાશ દાટી દીધી. જો કે, 3 દિવસ બાદ પગનો ભાગ જમીનમાંથી બહાર આવી જતાં પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. આ તરફ ભૌતિકની માતાની અરજી પર પોલીસ તેને શોધી રહી હતી. આ દરમિયાન પોલીસે તેના મિત્ર હર્ષ ટંડેલની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો અને આખી વાત કહી દીધી. જો કે, 5 કરોડની સોપારી આપનાર મુખ્ય આરોપી કલ્પેશ પટેલ હજુ ફરાર છે.
પોલીસે કુલ 13 લોકો સામે ગુનો નોંધ્યો હતો
નવસારી જિલ્લાના બીલીમોરા પાસેના આતલીયા ગામના મહિલા સરપંચના પુત્ર નિમેશ પટેલની આંતરિક અદાવતમાં તીસરી ગલીમાં બોલાવી ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. હત્યામાં બીલીમોરા પોલીસે કુલ 13 લોકો સામે ગુનો નોંધ્યો હતો. જે પૈકી એક હતો ભૌતિક પટેલ ઉર્ફે ભાવું. જેનો હત્યામાં મુખ્ય રોલ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. આરોપીઓની કસ્ટડી પૂર્ણ થતા જેલ મોકલવામાં આવ્યા હતા. થોડા સમય જેલવાસ ભોગવ્યા બાદ આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા. જેમાં ભૌતિક પટેલ પણ જામીન પર મુક્ત થયો હતો.
મૃતક નિમેષ પટેલનો ભાઈ કલ્પેશ પટેલ બદલો લેવા માંગતો હતો. ભાઈની હત્યાનો બદલો લેવા માટે તેણે પ્લાન બનાવ્યો હતો. 5 કરોડ રૂપિયાની સોપારી આપી ભૌતિકને ઠેકાણે પાડવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. ભૌતિકને સરળતાથી મારી શકાય તે માટે તેના જ મિત્રોનો સહારો લેવામાં આવ્યો હતો. મિત્રોની મદદથી તારીખ 6 એપ્રિલ 2023ના રોજ તેને ગણદેવી ચાર રસ્તા પાસે આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટમાં પાર્ટી કરવાના બહાને બોલાવ્યો હતો. જેમાં આરોપી હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલ દ્વારા ભૌતિક ઉપર ચપ્પુ અને તલવાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
