શોધખોળ કરો

Teachers Day 2024: આચાર્ય વિનય પટેલે સ્કૂલમાં બનાવ્યો આયુર્વેદિક ઔષધીય બાગ, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર મુક્યો પ્રતિબંધ

National Teacher Award 2024:આણંદના શિક્ષક વિનયભાઈ પટેલની પણ નેશનલ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી થઇ છે

National Teacher Award 2024: 5 સપ્ટેમ્બરના રોજ દેશના 50 શિક્ષકોને નેશનલ ટીચર્સ એવોર્ડ આપવામાં આવશે. દેશના 50 શિક્ષકોમાં ગુજરાતના બે શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં એક સાવરકુંડલા તાલુકાના બાઢડાપરા પ્રાથમિક શાળાના શિક્ષક ચંદ્રેશકુમાર બોરીસાગર અને આણંદના વડદલા ગામની હાઇસ્કૂલમાં 16 વર્ષથી આચાર્ય તરીકે સેવા આપતા શિક્ષક વિનય શશિકાન્ત પટેલની નેશનલ ટીચર્સ એવોર્ડ 2024 માટે પસંદગી થઇ છે.

આણંદના શિક્ષક વિનયભાઈ પટેલની પણ નેશનલ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી થઇ છે. તેમણે હાઇસ્કૂલમાં આયુર્વેદિક ઔષધીય બાગ વિકસિત કર્યો છે. શાળાના કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમણે ગરીબ દીકરીઓ ઘર આંગણે ભણી શકે એટલે 11-12 ધોરણ શરૂ કરાવ્યા હતા. દિવ્યાંગ બાળકીએ ખેલ મહાકુંભમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તેમણે કહ્યું હતું કે “મેં ગ્રામીણ વિસ્તારની શાળા એટલા માટે પસંદ કરી કારણ કે મને અહીં છેવાડાના બાળકોની સેવા કરવાની તક મળે. આચાર્ય તરીકે મને કામ કરવાની વધુ સ્વતંત્રતા મળશે તેથી મે આ નોકરીનો સ્વીકાર કર્યો હતો. આજે અહીં હાઈસ્કૂલમાં આયુર્વેદિક ઔષધીય બાગ છે, ડિજીટલ લાઇબ્રેરી અને સ્માર્ટ ક્લાસરૂમ છે અને હાઇસ્કૂલમાં થતા કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો નથી.

તેમની શાળાની સુવિધાઓ વિશે જણાવતા વિનયભાઇએ કહ્યું, “અમારી હાઇસ્કૂલમાં અત્યારે ખૂબ જ સુંદર લાઇબ્રેરી છે જે સારામાં સારા પુસ્તકો અને ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે. ઇન્ટરનેટ કનેક્શન પણ છે જેથી બાળકો પૂરતો અભ્યાસ કરી શકે. અહીં બાળકોની સાથે ગામના વાંચનપ્રેમી લોકો પણ પુસ્તકો વાંચવા આવે છે. અમે એવી વ્યવસ્થા કરી છે કે બાળકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વાર તો લાઇબ્રેરીમાં જવાનું હોય છે. ”

પર્યાવરણની કામગીરી સાથે 1996થી સંકળાયેલા વિનયભાઇ જણાવે છે,“જે વૃક્ષો ઉગાડ્યા છે, ત્યાં તેની માહિતીના ચાર્ટ પણ રાખ્યા છે, જેથી બાળકોને તેના વિશે માહિતી મળે. મારો જન્મદિવસ હોય ત્યારે તમામ બાળકોને ઔષધીય ગુણોવાળા અલગ અલગ વૃક્ષ ભેટમાં આપું છું. આ રીતે બાળકોનો પ્રકૃતિ સાથે સંવાદ ગહન બને છે. પર્યાવરણનું જતન ખૂબ જરૂરી છે અને તેથી અમારી શાળામાં કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી.”

ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને વિવિધ કાર્યક્રમો થકી બાળકોને શાળા સુધી લાવવાના પ્રયાસો કર્યા છે. સરકારની કામગીરી અંગે વિનયભાઇ કહે છે કે, “સરકારે સ્માર્ટ ક્લાસરૂમની જે ભેટ આપી છે, તે ગામડાના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે. તેનાથી બાળકોને ખૂબ જ સારી રીતે શિક્ષણ આપી શકાય છે. લેટેસ્ટ ટેક્નોલોજી સાથે આપણા બાળકો ભણે તે ખૂબ જ જરૂરી છે. સરકારે શરૂ કરેલો શાળા પ્રવેશોત્સવ પણ બાળકોના શિક્ષણ માટે ઘણો સફળ સાબિત થયો છે.”

વડદલા ગામની પરિસ્થિતિ અંગે જણાવતા વિનયભાઇએ જણાવ્યું કે, “અહીં આવતા મોટાભાગના બાળકો ગરીબ પરિવારમાંથી આવે છે. શરૂઆતમાં અહીં 8થી 10 ધોરણ સુધી અભ્યાસની સુવિધા હતી. દસમા ધોરણ બાદ આગળના અભ્યાસ માટે દીકરીઓને દૂર મોકલવામાં પરિવારજનોને અનુકૂળતા નહોતી રહેતી. આ પરિસ્થિતિ જોઇને અમે સરકાર સમક્ષ રજૂઆત કરી અને અમને અહીં ખાસ મંજૂરી આપ્યા બાદ વર્ષ 2013થી 11 અને 12 ધોરણ શરૂ કરવામાં આવ્યા હતા. હવે ગામની દીકરીઓ હાઇસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરીને કૉલેજ સુધી પહોંચી છે. એક દિવ્યાંગ બાળકીને અહીં રમતગમતમાં પૂરતી તાલીમ મળવાથી ખેલ મહાકુંભમાં આણંદ જિલ્લામાં તે પ્રથમ ક્રમાંક લાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું
કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર : જાન્યુઆરી 2026 માં 60 ટકા થશે મોંઘવારી ભથ્થું! ટૂંક સમયમાં થશે જાહેરાત
કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર : જાન્યુઆરી 2026 માં 60 ટકા થશે મોંઘવારી ભથ્થું! ટૂંક સમયમાં થશે જાહેરાત
8th Pay : કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને લોટરી લાગશે, પગાર અને DA-DR માં થશે બમ્પર વધારો!
8th Pay : કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને લોટરી લાગશે, પગાર અને DA-DR માં થશે બમ્પર વધારો!
Gold silver Rate: સોના-ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, જાણી લો આજના લેટેસ્ટ રેટ 
Gold silver Rate: સોના-ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, જાણી લો આજના લેટેસ્ટ રેટ 
Embed widget