શોધખોળ કરો

નડિયાદમાં વરસાદી પાણી ભરેલા ગરનાળામાં કોલેજની બસ અટવાઈ, જુઓ રેસ્ક્યૂની તસવીરો

Gujarat Monsoon: રસાદી પાણીથી શ્રેયસ ગરનાળામાં કોલેજના વિદ્યાર્થીઓને લઈ જતી બસ અટવાઈ હતી. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં ડ્રાઇવરે ગરનાળામાંથી બસ પસાર કરવાનું સાહસ કર્યુ હતું.

Gujarat Monsoon: નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પાણીથી શ્રેયસ ગરનાળામાં કોલેજના વિદ્યાર્થીઓને લઈ જતી બસ અટવાઈ હતી. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં ડ્રાઇવરે ગરનાળામાંથી બસ પસાર કરવાનું સાહસ કર્યુ હતું. જોકે પાણીની વચ્ચે બસ અટવાતા વિદ્યાર્થીઓ ફસાયા હતા. જે બાદ સ્થાનિક નાગરિકોએ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ  કર્યું હતું.

આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સોજીત્રા, દાલી, રૂપજ અને ઉમરેઠમાં વરસાદ ધોધમાર વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લાના 39 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સવારના બે કલાકમાં 26 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 3 તાલુકામાં બેથી ચાર ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે દાહોદમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.  વડોદરાના વાઘોડીયા પંથકમાં વહેલી સવારે જ ગાજવીજ સાથે વરસાદ થયો હતો. ઉપરાંત ડભોઈના ઝારોલા, વાગા, શિનોર ચાર રસ્તા, એસટી ડોપો, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

નડિયાદમાં વરસાદી પાણી ભરેલા ગરનાળામાં કોલેજની બસ અટવાઈ, જુઓ રેસ્ક્યૂની તસવીરો

છેલ્લા 24 કલાકમાં દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. દેવગઢ બારીયામાં 4 ઈંચ વરસાદ,  ધાનપુરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. મોડી રાતથી દાહોદ શહેરમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જેસાવાડાના બાવકામાં ડીપ નાના પર પાણી ફરી વળ્યા છે. બાવકાથી માતવાને જોડતા રસ્તા પર પાણી ભરાયા છે.

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના વિધિવત્ આગમનની રાહ જોવાઇ રહી છે ત્યારે આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં 28 જૂનના ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે અમદાવાદ-અરવલ્લી-બનાસકાંઠા-દાહોદ-મહીસાગર-મહેસાણા-પંચમહાલ-પાટણ-સાબરકાંઠા-છોટા ઉદેપુર-ડાંગ-નર્મદા-નવસારી-તાપી-વલસાડ, રવિવારે દમણ-દાદરા નગર હવેલી-દાહોદ-મહીસાગર-ગીર સોમનાથ-જુનાગઢ-પોરબંદર-દીવમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. સ્કાયમેટના અનુમાન અનુસાર ગુજરાતમાં 27 કે 27 ના નૈઋત્યના ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઇ શકે છે. ચોમાસાના  પ્રારંભ સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

નડિયાદમાં વરસાદી પાણી ભરેલા ગરનાળામાં કોલેજની બસ અટવાઈ, જુઓ રેસ્ક્યૂની તસવીરો

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલના પટેલના અનુમાન મુજબ જૂન મહિનાના છેલ્લા ત્રણ દિવસમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થઇ શકે છે. આ સાથે જ મહેસાણા, વડોદરા, અમદાવાદ અને ગોધરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ તેવા વરસાદની આગાહી પણ કરી છે. બીજી તરફ રાજ્યમાં પાંચ દિવસ છુટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, તાપી અને ડાંગમાં પણ છુટછવાયો વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ  હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Farmer | ધોરાજીમાં ખેડૂતોની હાલત કફોડી, મગફળીના પાથરા ફેરવવા મજૂર ન મળતા હાલાકીSurendranagar PSI Death Case : PSI પઠાણ સાથે અકસ્માત થયો કે પછી બુટલેગરે કચડ્યા?Salman Khan Threaten Call : ફરી સલમાન ખાનને ધમકી, 'જીવતા રહેવું હોય તો અમારા મંદિરમાં જઈ માફી માંગે'Mehsana Group Clash : મહેસાણામાં બે જૂથ વચ્ચે મારામારી , ગામમાં અજંપાભરી શાંતિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
'સિંઘમ અગેન'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, રીલિઝના ચાર દિવસમાં તોડ્યા અનેક રેકોર્ડ
'સિંઘમ અગેન'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, રીલિઝના ચાર દિવસમાં તોડ્યા અનેક રેકોર્ડ
2025માં ભારતીયો માટે અમેરિકાથી આવશે સારા સમાચાર, વિઝા સ્લોટને લઈ મહત્વનો નિર્ણય
2025માં ભારતીયો માટે અમેરિકાથી આવશે સારા સમાચાર, વિઝા સ્લોટને લઈ મહત્વનો નિર્ણય
Weather Alert: દેશના આ રાજ્યોમાં  15  નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી,   IMDએ જાહેર કર્યું એલર્ટ
Weather Alert: દેશના આ રાજ્યોમાં 15 નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી, IMDએ જાહેર કર્યું એલર્ટ
Citadel Honey Bunny Screening: સિલ્વર ડ્રેસમાં સામંથા રૂથ પ્રભુનો બોલ્ડ અંદાજ, ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યા વરુણ ધવન
Citadel Honey Bunny Screening: સિલ્વર ડ્રેસમાં સામંથા રૂથ પ્રભુનો બોલ્ડ અંદાજ, ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યા વરુણ ધવન
Embed widget