શોધખોળ કરો

Coronavirus Cases Gujarat : કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતના કયા બે ગામોમાં જાહેર કરી દેવાયું 15 દિવસનું લોકડાઉન? જાણો વિગત

કોરોનોનું સંક્રમણ વધતા 15 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બપોરે 1 વાગ્યા બાદ સંપૂર્ણ દુકાનો બંધ રાખવા આદેશ કરાયો છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા સવારે 9થી 1 વાગ્યાનો સમય અપાયો છે.

Anand : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Gujarat Elections) પછી કોરોનાએ ઉથલો માર્યો છે. ત્યારે ચાર મહાનગરોમાં ફરી એકવાર નાઇટ કર્ફ્યૂ (night curfew) લંબાવી દેવામાં આવ્યું છે. હવે આણંદ જિલ્લાના મલાતજ અને પણસોરા ગામે ફરી લોકડાઉન(lockdown) જાહેર કરી દેવામાં આવ્યું છે. કોરોનોનું સંક્રમણ વધતા 15 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 

બપોરે 1 વાગ્યા બાદ સંપૂર્ણ દુકાનો બંધ રાખવા આદેશ કરાયો છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા સવારે 9થી 1 વાગ્યાનો સમય અપાયો છે.  ગામમાં પંચાયત દ્વારા સ્વૈચ્છિક બંધ આપવામાં આવ્યું છે. બપોરના 12 વાગ્યા પછી ગામમાં બંધ રહેશે. આજથી ગામમાં લોકડાઉનનો અમલ કરવામાં આવશે. ૧ એપ્રિલથી ૧૫ એપ્રિલ સુધી બંધનું એલાન અપાયું છે. નોટીસની અમલવારી નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી થશે. નોંધનીય છે કે, ગુજરાતની રૂપાણી સરકાર (Rupani Government) દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સ્થાનિક તંત્રને જરૂરી પગલા ભરવા માટે છૂટ આપી છે.  ગઈ કાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) આ મુદ્દે જણાવ્યું હતું કે, સ્થાનિક તંત્ર રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને જરૂરી પગલા ભરી શકે છે. 

ગુજરાતમાં કેર વર્તાવી રહેલા Corona વાયરસે હવે પ્રથમવાર ૨૩૦૦ની સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં Coronaના ૨,૩૬૦ નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ-સુરતમાંથી ૩, ખેડા-મહીસાગર-વડોદરામાંથી ૧-૧ના એમ કુલ ૯ વ્યક્તિના Coronaથી મૃત્યુ થયા છે.આમ, આ સ્થિતિએ રાજ્યમાં પ્રતિ ૧ કલાકે ૯૮ નવા કેસ સામે આવે છે.  રાજ્યમાં હાલ ૧૨,૬૧૦ એક્ટિવ કેસ છે જ્યારે ૧૫૨ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ કેસનો આંક હવે ૩,૦૭,૬૯૮ જ્યારે કુલ મરણાંક ૪,૫૧૯ છે. આ પૈકી માર્ચ મહિનામાં જ ૩૭,૮૦૯ કેસ નોંધાયા છે જ્યારે ૧૦૯ના મૃત્યુ થયા છે.

રાજ્યામાં ચિંતાજનક વાત એ છે કે, એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12610 પર પહોંચ્યો છે. જેમાંથી 152 લોકો વેન્ટિલેટર પર અને 12458 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં Coronaથી રિકવરી રેટ 94.43 ટકા પર પહોંચ્યો છે.

Coronaથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન (AMC)માં 3,  સુરત કોર્પોરેશન(SMC)માં 3, ખેડામાં 1, મહીસાગર-1  અને વનડોદરા કોર્પોરેશનમાં  1 મોત સાથે કુલ 9  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4519 લોકોના Coronaથી મોત થઈ ચુક્યા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 611, સુરત કોર્પોરેશનમાં 602, વડોદરા કોર્પોરેશનમાં 290 , રાજકોટ  કોર્પોરેશનમાં 172, સુરત 142, વડોદરા 51, રાજકોટ 36,  ભાવનગર કોર્પોરેશન-34, નર્મદા 19, જામનગર કોર્પોરેશન 31, ગાંધીનગર કોર્પોરેશન 25, મહેસાણા 22, ગાંધીનગર 22,  ગાંધીનગર કોર્પોરેશન-25, મહીસાગર 14,  પાટણ-26, જામનગર-30,અમરેલી અને આણંદમાં 18-18 કેસ નોંધાયા હતા.

કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?

રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2004 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,90,569 છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 49,45,649 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,65,395 લોકોને Coronaની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ  કુલ 56,11,044 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,72,460 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ
RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ
Horlicks: હવે હેલ્ધી ડ્રિંક નથી Horlicks, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કેટેગરી
Horlicks: હવે હેલ્ધી ડ્રિંક નથી Horlicks, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કેટેગરી
Health Risk: નાઇટ શિફ્ટ કરનારા થઇ જાવ સાવધાન, આ પાંચ ખતરનાક બીમારીનો છે ખતરો
Health Risk: નાઇટ શિફ્ટ કરનારા થઇ જાવ સાવધાન, આ પાંચ ખતરનાક બીમારીનો છે ખતરો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Kshatriya Samaj Protest|’રૂપાલા કે સાથ ભાજપ 10 બેઠકો પર હારેંગી..’| Karansinh Chavda | DharmrathNilesh Kumbhani Controversy | ફોર્મ ભરતી વખતે કુંભાણીની ઓફિસમાં હાજર લોકોએ શું કર્યો મોટો દાવો?Nilesh Kumbhani Controversy | કુંભાણીના વિરોધમાં ઠેર ઠેર લાગ્યા ‘વોન્ટેડ’ના પોસ્ટર | Surat UpdatesArvalli Politics । માલપુરમાં યોજાયું સિનિયર સિટીઝનનું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ
RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ
Horlicks: હવે હેલ્ધી ડ્રિંક નથી Horlicks, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કેટેગરી
Horlicks: હવે હેલ્ધી ડ્રિંક નથી Horlicks, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કેટેગરી
Health Risk: નાઇટ શિફ્ટ કરનારા થઇ જાવ સાવધાન, આ પાંચ ખતરનાક બીમારીનો છે ખતરો
Health Risk: નાઇટ શિફ્ટ કરનારા થઇ જાવ સાવધાન, આ પાંચ ખતરનાક બીમારીનો છે ખતરો
Driving Licence in India: ભારતમાં કેટલા પ્રકારના હોય છે ડ્રાઈવિંગ લાઈસન્સ, તેનો કેવી રીતે કરવામાં આવે છે ઉપયોગ?
Driving Licence in India: ભારતમાં કેટલા પ્રકારના હોય છે ડ્રાઈવિંગ લાઈસન્સ, તેનો કેવી રીતે કરવામાં આવે છે ઉપયોગ?
Guy Whittall: પૂર્વ ક્રિકેટર પર દીપડાએ કર્યું હુમલો,પાલતુ કૂતરાએ બચાવ્યો જીવ, લોહીથી લથબથ તસવીર વાયરલ
Guy Whittall: પૂર્વ ક્રિકેટર પર દીપડાએ કર્યું હુમલો,પાલતુ કૂતરાએ બચાવ્યો જીવ, લોહીથી લથબથ તસવીર વાયરલ
Lok Sabha Election 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ, ECIએ ભાજપ-કોંગ્રેસ પાસેથી માંગ્યા જવાબ
Lok Sabha Election 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ, ECIએ ભાજપ-કોંગ્રેસ પાસેથી માંગ્યા જવાબ
સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડનાં પોસ્ટરો લાગ્યા; લોકતંત્રનો હત્યારો, ગદ્દાર જેવા લખાણ લખાયા
સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડનાં પોસ્ટરો લાગ્યા; લોકતંત્રનો હત્યારો, ગદ્દાર જેવા લખાણ લખાયા
Embed widget