શોધખોળ કરો
NCP ધારાસભ્ય જયંત પટેલ વિરૂધ્ધ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

ઉમરેઠ: ઉમેરઠની રતનપુરા પ્રાથમિક શાળામાં હોબાળો કરીને શિક્ષકને લાફા મારવાના કેસમાં ફરિયાદ દાખલ થયા બાદ એનસીપી ધારાસભ્ય જયંત પટેલ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. રતનપુરા પ્રાથમિક શાળામાં યોજાયેલા વિજ્ઞાન મેળાની આમંત્રણ પત્રિકામાં પોતાનું નામ નહીં હોવાના બાબતે ધારાસભ્યેએ હોબાળો કર્યો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ ધારાસભ્ય જયંત બોસ્કીએ શિક્ષકને લાફો માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ અગાઉ પત્રિકામાં નામ ન હોવાથી ધારાસભ્યએ મેળામાં કાળા વાવટા બતાવી વિરોધ કર્યો હતો. જે મામલો ઉગ્ર બનતા મારામારી અને ધમાલ થઈ હતી. આ ઘટનાનું કવરેજ કરી રહેલા ત્રણ પત્રકારો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
વધુ વાંચો





















