(Source: ECI/ABP News/ABP Majha)
Syrup Scam: ખેડા સિરપ કાંડમાં શું થયો મોટો ઘટસ્ફોટ, જાણો વિગત
રાજદીપસિંહ વાળા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મેવસા ગામના રહેવાસી છે. પોલીસ દ્વારા રાજદીપ સિંહ વાળા ને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે.
Syrup Scam Updates: ખેડાના નડિયાદમાં સિરપકાંડ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. પોલીસ દ્વારા પકડાયેલો આરોપી રાજદીપસિંહ વાળા પહેલા ચાંગોદર સ્થિત ભરત નકુમની ફેક્ટરીમાં કરતો હતો. ભરત નકુમ દ્વારા ચાંગોદરમાં ડુપ્લિકેટ સિરપ બનાવવામા ફેકટરી નાંખવામાં આવી હતી. આ ફેકટરીમાં મેનેજર તરીકે રાજદીપ સિંહ વાળા નોકરી કરતો હતો.
ભરત નકુલની ફેક્ટરી માંથી નડિયાદના સિરપકાંડનો મુખ્ય આરોપી યોગેશ સિંધી સીરપનો જથ્થો મંગાવતો હતો યોગશ સિધી ભરત નકુમ પાસેથી સિરપ મંગાવતો હતો અને રાજદીપ સિંહ સાથે સંપર્કમાં હતો. રાજદીપસિંહે ભરત નકુમને ત્યાંથી છૂટા થઈને યોગેશ સિંધીનો સંપર્ક કર્યો. યોગેશ સિંધી અને રાજદીપસિંહ વાળાએ મળીને સીરપ બનવાની ફેકટરી નાખવાનું નક્કી કર્યું. રાજદીપ સfરપ બનવાની ફોર્મ્યુલા અને પેકેજીંગ માટેની મશીનરીના જાણકાર હતો.
યોગેશ સિંધીએ પોતાની ફેકટરી સ્થાપી અને રાજદીપસિંહ સમગ્ર સંચાલન કરતો હતો. જે આરોપીની સિરપ કાંડમાં પણ કેમિકલ આપ્યું હોવાનું સામે આવતા ખેડા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા રાજદીપ સિંહ સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે.
રાજદીપસિંહ વાળા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મેવસા ગામના રહેવાસી છે. પોલીસ દ્વારા રાજદીપ સિંહ વાળા ને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે. રિમાન્ડ મળ્યા બાદ પૂછપરછ માં મોટા ઘસ્ફોટક થઈ શકે છે. હાલમાં આ સમગ્ર મામલે SIT તપાસ કરી રહી છે.
2022માં દ્વારકાના ખંભાળિયામાંથી સિરપનો જથ્થો ઝડપાયો હતો. 2022માં પોલીસે ભરત નકુમની ફેક્ટરી સીઝ કરી ગુનો દાખલ કર્યો હતો અને જેલભેગો કર્યો હતો. ખંભાળિયામાં આ ગુનાની તપાસ દરમિયાન મુંબઈથી કેમિકલ આપનાર તોફીક મુકાદમનું નામ ખુલ્યું હતું અને તે વોટન્ડ આરોપી હતો. જે આરોપીની સિરપ કાંડમાં પણ કેમિકલ આપ્યું હોવાનું સામે આવતા ખેડા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
ખેડા સિરપ કાંડમાં વધુ એક મોત થતા મૃત્યુ આંક સાત પર પહોંચ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વૃદ્ધનું મોત નીપજ્યુ હતું. આ દર્દી કરિયાણા સ્ટોર જ્યાં સિરપ વેચાતી હતી તેના માલિકના પિતા હતા. તો આ પહેલા મહેમદાવાદના સોજાલી ગામના 22 વર્ષના વિપુલ સોઢાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વિપુલ સોઢાએ સીરપ પીતા તેને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેને વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.