Accident: ઈરાનમાં ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, પતિ,પત્ની અને પૌત્રનું ઘટના સ્થળે જ મોત
ભાવનગર: ઈરાન ખાતે 3 ભારતીય નાગરિકોના મોત નિપજ્યા છે. મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલ ઈરાન ખાતે રહેતા 3 લોકોના મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
ભાવનગર: ઈરાન ખાતે 3 ભારતીય નાગરિકોના મોત નિપજ્યા છે. મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલ ઈરાન ખાતે રહેતા 3 લોકોના મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ પરિવાર 2 વર્ષ પહેલાં હોટલ વ્યવસાય માટે ઈરાન સ્થાઈ થયા હતા. મહુવામાં પંજેતની બ્રધર નામની પેઢી ધરાવતા અને 2 વર્ષ પહેલાં ઈરાન ગયેલ પરિવારને અકસ્માત નડતા મોતને ભેટ્યા છે.
ઈરાનના મૂકી શહેર નજીક કાર પલટી જતા પતિ,પત્ની અને પૌત્રનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. ભારતીય સમય પ્રમાણે સવારે 8 કલાકે આ અકસ્માત સર્જાયો હતો. બનાવ બાદ મહુવા ખોજા જ્ઞાતિમાં શોકનું વાતાવરણ ફેલાયું છે. ઈરાન સરકારે આ અકસ્માત અંગે સત્તાવાર જાહેરાત કરી છે. તમામની અંતિમ વિધિ ઈરાન ખાતે જ કરાશે.
મૃતકો
1. રફીક અલી રાજબ અલી મીનસરિયા ઉ.વ.65 (પોતે)
2. બતુલબાનું રફીક અલી મીનસરિયા ઉ.વ.62 (પત્ની)
3. અલજીવાંદ મોહમ્મદ અલી મીનસરિયા ઉ.વ 10 (પૌત્ર)
ગુજરાતમાં વધુ એક પુલ ભ્રષ્ટાચારની ભેટ ચડ્યો
તાપી જિલ્લામાં લોકાર્પણ પહેલા જ પુલ ધરાશાયી થયો હતો. મળતી જાણકારી અનુસાર, તાપીના વ્યારા-વાલોડને જોડતો પુલ ધરાશાયી થયો હતો. આ પુલ માયપુર ગામ અને દેગામાને જોડતો હતો. પુલના નિર્માણ કામમાં ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પુલ ધરાશાયી થતા લોકોમાં રોષ ઠાલવ્યો હતો.
તાપી જિલ્લાના વ્યારા અને વાલોડને જોડતો ગામનો પુલ લોકાર્પણ પહેલા જ ધરાશાયી થતા તંત્ર અને એજન્સી વચ્ચેનો ભ્રષ્ટચારનો પોપડો બહાર આવ્યો હતો. તાપી જિલ્લાના વ્યારાના માયપુર ગામ અને વાલોડને દેગામાં ગામ વચ્ચેથી પસાર થતી મીંઢોળા નદી પર 2021 ના વર્ષમાં પુલનું બાંધકામ શરૂ કરાયું હતું, આ પુલનું લોકાર્પણ થાય તે પહેલાજ પુલ ધરાશાયી થવાના કારણે 15 જેટલા ગામોના લોકોમાં આક્રોશ ફેલાયો હતો.
નોંધનીય છે કે અમદાવાદમા પણ હાટકેશ્વર બ્રિજમાં પણ ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. જેના કારણે 40 કરોડ રુપિયાના ખર્ચે બનેલો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ અંતે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક્સપર્ટ કમિટીના રિપોર્ટમાં બ્રિજની કામગીરી નબળી હોવાનું ખુલ્યુ હતું. 30 નવેમ્બર, 2017ના રોજ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 5 વર્ષમાં આ બ્રિજ 5 વખત બંધ કરવામાં આવ્યો છે. ઓછામાં ઓછા 50 વર્ષ સુધી બ્રિજનું સ્ટ્રક્ચર ટકી રહે તેવી રીતે નિર્માણનો દાવો કરવામાં આવ્યો હતો.