શોધખોળ કરો

ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 

ભાવનગરના પરિવારને હિમાચલમાં અકસ્માત નડ્યો હતો. મળતી જાણકારી અનુસાર, હિમાચલ ફરવા ગયેલા ભાવનગરના પરિવારને અકસ્માત નડ્યો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભાવનગરના પરિવારની કાર હિમાચલમાં ઊંડી ખીણમાં ખાબકી.
  • અકસ્માતમાં ડ્રાઈવર સહિત 6 લોકોના ઘટનાસ્થળે મોત.
  • ચાર ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા.
  • ઝડપી ગતિ અને નિયંત્રણ ગુમાવવાથી થયો હોવાનું પ્રાથમિક અનુમાન.

ભાવનગરના પરિવારને હિમાચલમાં અકસ્માત નડ્યો હતો. મળતી જાણકારી અનુસાર, હિમાચલ ફરવા ગયેલા ભાવનગરના પરિવારને અકસ્માત નડ્યો હતો. વાહન ખીણમાં ખાબકતા 5 લોકોના મોત થયા હતા અને ચાર ઈજાગ્રસ્ત થયા હતા. ભાવનગરથી નવ લોકો ફરવા માટે હિમાચલપ્રદેશ ગયા હતા. હિમાચલના ચંબા નજીક કિંકરી ગામ પાસે અકસ્માત થયો હતો. હિમાચલ પ્રદેશના ચંબા-નૂરપુરના નેશનલ હાઈવે પર અકસ્માત થયો હતો. જેમાં જેમાં હિમાચલના એક ડ્રાઈવર અને ગુજરાતના 5 લોકોનાં મોત થયા છે અને ઈજાગ્રસ્ત 4 લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર ભાવનગરનો પરિવારની કાર ચંબા નજીકના હાઈવે પર અચાનક નિયંત્રણ ગુમાવી ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. વાહનમાં ડ્રાઈવર, બાળકો સહિત કુલ 10 લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઇનોવા કારમાં ગુજરાતના પ્રવાસીઓ મનાલીથી ડેલહાઉસી જઈ રહ્યા હતા. અકસ્માત સમયે ભારે વરસાદ પણ પડી રહ્યો હતો. ચંબાના પોલીસ અધિક્ષક વિજય કુમાર સકલાનીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 4ને માથામાં ઈજા થઈ હતી. પોલીસે ખીણમાંથી તમામ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

પોલીસે કહ્યું કે પહાડી રસ્તા પરના વળાંક પાસે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર રસ્તાથી સેંકડો ફૂટ નીચે ખીણમાં ખાબકી હતી. ઘટનાની માહિતી મળતાં પોલીસ, વહીવટીતંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક રહેવાસીઓની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારે પ્રયાસો પછી ઘાયલો અને મૃતકોને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. 

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. વહીવટીતંત્રે મૃતકોના પરિવારજનોને જાણ કરી છે. પ્રાથમિક તપાસ સૂચવે છે કે પહાડી રસ્તા પરના વળાંક પર ઝડપી ગતિ અને નિયંત્રણ ગુમાવવાને કારણે અકસ્માત થયો હતો. જોકે, પોલીસ અકસ્માતના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. અકસ્માત બાદ થોડા સમય માટે રસ્તો પણ બંધ રહ્યો હતો.           

Frequently Asked Questions

હિમાચલમાં ભાવનગરના પરિવાર સાથે શું થયું?

હિમાચલ ફરવા ગયેલા ભાવનગરના પરિવારની કાર ઊંડી ખીણમાં ખાબકતા અકસ્માત થયો હતો, જેમાં 6 લોકોના મોત થયા અને 4 ઈજાગ્રસ્ત થયા.

અકસ્માત ક્યાં થયો અને કેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા?

આ અકસ્માત હિમાચલના ચંબા નજીક કિંકરી ગામ પાસે થયો હતો. કારમાં ડ્રાઈવર સહિત કુલ 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા.

અકસ્માતનું કારણ શું હોઈ શકે છે?

પોલીસના પ્રાથમિક તપાસ મુજબ, પહાડી રસ્તા પરના વળાંક પર ઝડપી ગતિ અને નિયંત્રણ ગુમાવવાને કારણે અકસ્માત થયો હોવાનું મનાય છે.

ઈજાગ્રસ્તોને શું સારવાર મળી રહી છે?

ઈજાગ્રસ્ત 4 લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
Embed widget