શોધખોળ કરો

Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો

Bus Accident: ભાવનગર નજીક બસ દુર્ઘટનાના કારણે ખુશીના પ્રસંગમાં ચિંતાના વાદળો છવાઇ ગયા અહીં લગ્ન પ્રસંગ માટે જાન લઇને જતી બસમાં અચાનક ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી, જીવ બચાવવા માટે લોકો બસની બાકીમાંથી કૂદ્યા હતા.

Bus Accident:ભગનગર જિલ્લામાં જ એક અન્ય બસ  દુર્ઘટના સર્જાઇ હતી.  સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.  જો કે આ ઘટનાથી  ખુશીના પ્રસંગમાં ચિંતાના વાદળો છવાઇ ગયા છે. અહીં ભાવનગરમાં જાનૈયાઓની બસમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઇ હતી. ભાવનગરની નારી ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસમાં  આગ ભભૂકી  ઉઠતાં લોકો જીવ બચાવવા માટે બારીથી કૂદ્યા હતા.  ગારિયાધારના ઘોબા ગામે જાનૈયાઓને લઈને  બસ જઇ રહી હતી. સિહોરના બાજુડના પાટિયા પાસે ચાલુ બસમાં ઓચિંતા આગ લાગી હતી. બસમાં આગ લાગતા તમામ જાનૈયાઓએ ઈમરજંસી બારીમાંથી નીચે કૂદ્યા હતાં. બસમાં આગ લાગતા લાખો રૂપિયા રોકડ બળીને ખાક થયા છે.  અને બે તોલા સોનું બળીને પણ ખાક થઇ ગયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ ન થતા સૌએ લીધો રાહતનો શ્વાસ લીધો હતો.

તો બીજી તરફ ભાવનગરના લીમડા નજીક ખાનગી બસનો  અકસ્માત સર્જાયો છે. જેમાં 20 થી 25 મુસાફરો ઘાયલ થયા છે. બસ લીલીયાથી સુરત જતી હતી. લીમડાને  નાના ઉંમરડા વચ્ચે આ દુર્ઘટના બની હતી. ખાનગી બસના ડ્રાયવરે સ્ટયરિંગ  પરથી કાબુ ગુમાવતા બસનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતાં ઢસા દામનગર રંઘોળા સહિત આજુબાજુ વિસ્તારની એમ્બ્યુલન્સ ધટના સ્થળે પહોંચી હતી અને તાબડતોબ ઘાયલોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં છે. અંદાજિત 20થી 25 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. સત્વરે મદદ પહોંચાડવા માટે અકસ્માતની ઘટનાની જાણ થતાં લાઠી દામનગરના ધારાસભ્ય જનક તળાવીયા પણ ઘટનાસ્થળે  પહોંચ્યા હતા આ સાથે ઢસા પોલીસ, ઉમરાળા પોલીસ, ગઢડા મામલતદાર સહિતનો તંત્રનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. રેસ્ક્યુ માટે 2 ક્રેઈન 4 જેસીબી સહિતના સાધનો સાથે તંત્રે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. 
ઈજાગ્રસ્તોને તાત્કાલિક દામનગર, શિહોર, ઢસા અને ગઢડાની હોસ્પિટલમાં  સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.

સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં અકસ્માતની હારમાળા સર્જાઈ...ભાવનગર, જામનગર, સુરેંદ્રનગરમાં અકસ્માતની ઘટના બની..જામનગરમાં જોડીયાના બાલંભા નજીક કચ્છના પદયાત્રીઓને અકસ્માત નડ્યો....જેમાં ત્રણ પદયાત્રીઓના મોત થયા....પદયાત્રીઓ દ્વારકા તરફ જઈ રહ્યા હતા..ત્યારે પાછળથી વાહને પદયાત્રીઓને અડફેટે લીધા હતા. ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મહિલા પદયાત્રીઓના મોત થયા..જ્યારે પોલીસે તપાસ હાથ ધરી છે. આજે   સુરેન્દ્રનગરના લીંબડી- રાજકોટ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત થયું છે. બોડીયા નજીક કારને અજાણ્યા વાહનનો ચાલક ટક્કર મારતા યુવકે જિંદગી ગુમાવી, અકસ્માત સર્જી અજાણ્યા વાહનનો ચાલક  ફરાર થઇ ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
Embed widget