Gujarat Rain Update: ખેતરમાં કામ કરતા ખેડૂત પર વીજળી પડતા મોત,જૂનાગઢમાં મંદિર પર વીજળી પડી
Gujarat Rain Update: આજે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. તો બીજી તરફ ભાવનગરના વાળુકડ ગામ નજીક વીજળી પડતા યુવકનું મોત થયું છે.
Gujarat Rain Update: આજે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. તો બીજી તરફ ભાવનગરના વાળુકડ ગામ નજીક વીજળી પડતા યુવકનું મોત થયું છે. વીજલી પડતા સુજન ખીમજી ભાઈ જેઠવા નામના યુવકનું મોત નિપજ્યું છે. વાળુકડના અંધારિયાવાડ ગામે ખેતી કામ કરી રહેલા યુવક ઉપર વીજળી પડી હતી. યુવકના મોતને લઈને પરિવારમાં માતમ છવાયો છે.
ભાવનગરમાં વીજળી પડી
તો બીજી તરફ ભાવનગર શહેરમાં પણ વીજળી પડવાની ઘટમા સામે આવી છે. વીજળી પડ્યાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.શહેરમાં આજ બપોરના સુમારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના ગઢેચી વડલા RTO રોડ પાસે વીજળી પડ્યાનો બનાવ મોબાઈલમાં કેદ થયો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો ભારે વાયરલ થઈ રહ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં પણ વીજળી પડી
ભાવનગર ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં પણ વીજળી પડવાની ઘટના સામે આવી છે. જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના નવા ગલોદર ખાતે શંકર મંદિર પર પડી વીજળી છે. માળીયા હાટીના તાલુકાના નવા ગલોદર ખાતે આજે સવારે ભારી ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે નવા ગલોદર ખાતે શંકર મંદિર આવેલ છે ત્યારે આ શંકર મંદિર પર એકાએક વીજળી પડતા મંદિરનું વાયરિંગ સહિત મંદિરમાં નુકસાન થયું હતું.
છેલ્લા છ કલાકમાં જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યુ
આજે જૂનાગઢ જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા છે. ભારે વરસાદને પગેલ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ઉભી થઈ છે. આજે બપોરે 12 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે જેમાં જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યા જેવો ઘાટ ઘડાયો છે. આવો જાણીએ બપોરે 12 કલાક સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે. આ તમામ આંકડા છેલ્લા છ કલાકના છે.
છેલ્લા છ કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
માંગરોળમાં છ કલાકમાં સાડા અગિયાર ઈંચ વરસાદ
માળીયા હાટીનામાં છ કલાકમાં સાડા છ ઈંચ વરસાદ
પાટણ-વેરાવળમાં છ કલાક ચાર ઈંચ વરસાદ
વલસાડના વાપીમાં છ કલાકમાં ચાર ઈંચ વરસાદ
કેશોદમાં છ કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
સોજીત્રામાં છ કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
ઉમરેઠમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
જૂનાગઢમાં છ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ
સુત્રાપાડામાં છ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ
તારાપુરમાં છ કલાકમાં અઢી ઈંચ વરસાદ
સુરતના ચોર્યાસીમાં છ કલાકમાં બે ઈંચ વરસાદ
કપરાડામાં છ કલાકમાં બે ઈંચ વરસાદ
હાંસોટમાં ચાર કલાકમાં બે ઈંચ વરસાદ
વંથલીમાં છ કલાકમાં બે ઈંચ વરસાદ
આણંદમાં છ કલાકમાં પોણા બે ઈંચ વરસાદ
ધ્રોલમાં છ કલાકમાં પોણા બે ઈંચ વરસાદ
માતરમાં ચાર કલાકમાં દોઢ ઈંચ વરસાદ
ડેસરમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ
પારડીમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ
વસોમાં છ કલાકમાં સવા ઈંચ વરસાદ
કાલાવડમાં છ કલાકમાં એક ઈંચ વરસાદ
કોડીનારમાં છ કલાકમાં એક ઈંચ વરસાદ
નડીયાદ અને વાગરામાં એક એક ઈંચ વરસાદ