શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Dummy scam: આજે યુવરાજસિંહ જાડેજાના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરાશે, પોલીસ કરશે ફરી રિમાન્ડની માગ

Dummy scam: ભાવનગર તોડકાંડ પ્રકરણમાં આજે યુવરાજસિંહ જાડેજાના ફરી રિમાન્ડ માંગવામાં આવશે. એ.ડિવિઝન નીલમબાગ પોલીસ મથકમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત છ વિરુદ્ધ એક કરોડની ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી.

Dummy scam: ભાવનગર તોડકાંડ પ્રકરણમાં આજે યુવરાજસિંહ જાડેજાના ફરી રિમાન્ડ માંગવામાં આવશે. એ.ડિવિઝન નીલમબાગ પોલીસ મથકમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત છ વિરુદ્ધ એક કરોડની ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી. 21 એપ્રિલનાં રોજ યુવરાસિંહની ભાવનગર પોલીસે તોડકાંડમાં ધરપકડ કરી હતી. 22 એપ્રિલનાં રોજ યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજું કરતા સાત દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા જે આજે પુરા થયા છે. એક કરોડની ખડણી મામલે પોલીસે અત્યાર સુધીમાં 76 લાખ 50 હજાર રિકવર કર્યા છે. આજે બપોરે બાદ યુવરાજસિંહ જાડેજાને ફરી વખત કોર્ટમાં રજૂ કરવામાં આવશે જ્યાં તેમના રિમાન્ડ માટેની પોલીસ માંગ કરશે.

ભાવનગરમાં ડમીકાંડમાં વધુ પાંચ આરોપીઓ કરાઇ અટકાયત

ડમીકાંડમાં સીટ દ્ધારા વધુ પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. ગોપાલ લાધવા, ઈકબાલ લોંડીયા, હનીફ લોંડીયા, પ્રવીણ સોલંકી, જીતેન્દ્રસિંહ ગોહિલની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરવામાં આવેલા પાંચેય શખ્સોની ધરપકડ કરીને રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પકડાયેલા ઇસમોની પૂછપરછ દરમિયાન ડમીકાંડમાં કોને કેટલા રૂપિયા આપ્યા ? કોનાં કહેવાથી નોકરીનું સેટિંગ કર્યું હતું ? તે તપાસ દરમિયાન બહાર આવશે.

તો આ તરફ ભાવનગર તોડકાંડમાં સામેલ બીપીન ત્રિવેદીને આખરે સરકારી શિક્ષક પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બીપીન ત્રિવેદી ભાવનગર શહેરની સરકારી શાળા નંબર 38માં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. બીપીન ત્રિવેદીએ વીડિયો વાયરલ કરીને ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજા પર અમુક ઉમેદવારોના નામ ન જાહેર કરવા માટે રૂપિયાનું સેટલમેન્ટ કર્યાનો આરોપ લગાવ્યો હતો.

ડમીકાંડ મામલે વધુ 5 આરોપી જેલ હવાલે, યુવરાજસિંહના સમર્થનમાં આવ્યો રાજપૂત સમાજ

 ભાવનગરમાં સામે આવેલા ડમીકાંડ મામલે રોજેરોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ગઈ કાલે ડમીકાંડ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ આજે વધુ 5 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ચંદ્રદીપ ચૌહાણ, મહાવીરસિંહ સરવૈયા,કીર્તિકુમાર પનોત, સંજય સોલંકી,અને મહેશ ચૌહાણને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ડમી ઉમેદવાર કાંડમાં અત્યાર સુધીમાં 20 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. અન્ય 7 આરોપીઓ પૈકી 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ અને 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

વ્યાપક ડમીકાંડ અને તેની સાથે સામે આવેલા તોડકાર્ડ અંગે ગુજરાતના રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. રાજપૂત સમાજના આગેવાનોએ ગૃહરાજ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે યુવરાજસિંહ સામે દાખલ કરવામાં આવેલા ગુનાની ન્યાયિક તપાસ કરવામાં આવે. જે કોઈ કસૂરવાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પરંતુ યુવરાજસિંહ કે યુવરાજસિંહના પરિવારને ખોટી રીતે હેરાનગતિ કરવામાં ના આવે. આ ઉપરાંત યુવરાજસિંહ જે ડમીકાંડ બહાર લાવ્યા તે અને ભૂતકાળમાં જેટલી પણ ગેરરીતિઓ બહાર લાવ્યા છે તે અંગેની પણ યોગ્ય તપાસ કરવામાં આવે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Jio, Airtel, Voda અને BSNL માટે બદલાશે આ નિયમ, સ્પામ OTPથી મળશે છૂટકારો
Jio, Airtel, Voda અને BSNL માટે બદલાશે આ નિયમ, સ્પામ OTPથી મળશે છૂટકારો
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
Embed widget