શોધખોળ કરો

આજે ભાવનગરનો 300મો જન્મદિવસઃ જાણો ભાવેણાના રાજવીઓની દિર્ઘદૃષ્ટિ સાથે બનેલા ભાવનગરનો ભવ્ય ઈતિહાસ

આજે ભાવનગર શહેરની સ્થાપનાને 299 વર્ષ પૂર્ણ થઈને 300મા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે ભવ્ય રીતે ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે ભાવનગર શહેરની સ્થાપનાને 299 વર્ષ પૂર્ણ થઈને 300મા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે ભવ્ય રીતે ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 224 વર્ષ સુધી ભાવનગરમાં રાજવીનું શાસન રહ્યું એ દરમિયાન સુખ સુવિધાઓ સહિત તમામ બાબતોમાં ભાવનગર નંબર 1 પર હતું. 

ભાવનગરનો ભવ્ય ઈતિહાસઃ
ભાવેણાના રાજવીઓએ "મારી પ્રજાનું કલ્યાણ થજો" આ મંત્રને અપનાવ્યો હતો. રાજાશાહીમાં પણ લોકશાહી હતી. ભાવસિંહજીએ ભાવનગરની સ્થાપના કરી હતી અને ત્યારબાદ ઉતરોત્તર રાજવીઓએ પ્રજાના કલ્યાણ અર્થે સુખ સુવિધાઓને આગળ ધપાવી હતી. પ્રાતઃસ્મરણીય કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરનો ભરપૂર વિકાસ કર્યો છે. સમગ્ર દેશમાં પ્રથમ અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન તેમના શાસનકાળ દરમિયાન નાખવામાં આવી હતી. વરસાદી પાણીના નિકાલ માટે પણ અંડરગ્રાઉન્ડ લાઇન નાખવામાં આવી હતી, આજે શહેરની જીવાદોરી સમાન બોરતળાવનું નિર્માણ રાજાશાહી સમય વખતે કરવામાં આવ્યું અને બોરતળાવમાં ભરપૂર વરસાદ વરસે અને પાણીની આવક થાય એ માટે વિક્ટોરિયા પાર્ક માં અનેક વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરવામાં આવ્યું આવતું હતું.

દુષ્કાળના સમયમાં પ્રજાજનોને અનાજની કોઈ તકલીફ ના પડે એ માટે દરબારી કોટાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં સૌપ્રથમવાર ભાવનગર રાજવીએ પંચાયતી રાજની સ્થાપના કરી હતી. સાથેજ લોકોને પત્રવ્યવહાર દ્વારા એકબીજાને સમાચાર પહોંચી શકે તે માટે પોસ્ટલ વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી હતી. એટલું જ નહીં પામેલાના રાજવીઓએ માત્ર છોકરાઓ જ નહીં પરંતુ દીકરીઓને પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ માટે શાળાઓ કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગૌરવની વાત એ છે કે મહાત્મા ગાંધીજીએ પણ ભાવનગરમાં શિક્ષણ મેળવ્યું હતું. 

લોકોને પૂરતા પ્રમાણમાં વાંચન મળી રહે એ માટે બાર્ટન લાઇબ્રેરીનું નિર્માણ પણ રાજાશાહી સમય દરમિયાન કરવામાં આવ્યું હતું. શહેરની મધ્યમાં વિશાળ જગ્યામાં અનેક વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણની જાળવણીના હેતુ સાથે પીલગાર્ડન કે જે આજે શહેરનું સૌથી મોટું ગાર્ડન તરીકે જાણીતું છે એ પણ રાજવીની દીર્ઘદ્રષ્ટિના કારણે પ્રજાજનોને અર્પણ કરવામાં આવ્યું છે. આયુર્વેદનું શિક્ષણ મળી રહે એ માટે આયુર્વેદિક કોલેજનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું તેની સાથોસાથ ભાવનગરના 1800 પાદરના કોઈપણ વ્યક્તિને કોઈપણ દર્દ હોય તેના માટે સર તખ્તસિંહજી હોસ્પિટલનું બહુ જ મોટું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું જે આજે પુરા સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે.

રેલવેની સુવિધા ભાવનગરના રાજવીઓએ ઊભી કરી હતી. નાણાંની લેવડદેવડ માટે રાજવી બેંકની સ્થાપના કરવામાં આવી હતી જે ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર અને આજે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. આને રાજાશાહીમાં લોકશાહી સાચા અર્થમાં કહી શકાય એવા ભાવનગરના રાજવીઓ હતા. ભાવનગરના રાજવીઓએ 224 વર્ષના રાજાશાહીમાં ઉતરોતર પ્રગતિ તરફ આગળ ધપાવ્યું છે, કૃષ્ણકુમારસિંહજીએ પલક જપકતા જ લોકોને આઝાદીના મીઠા સ્વાદ મળે તેવા હેતુ સાથે આઝાદીના પક્ષમાં પ્રથમ રજવાડું દેશ માટે અર્પણ કર્યું હતું એ ભાવનગર છે. ભારતમાં સૌપ્રથમ રક્તપિત્તના દરદીઓ માટે સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે લોકશાહીના 75 વર્ષમાં કોંગ્રેસ-ભાજપ બંને સત્તા સ્થાને રહ્યા હોવા છતાં રાજવીની ધરોહરને સાચવવામાં અનેક પ્રકારે નિષ્ફળ રહ્યા હોવાનું કહી શકાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Commonwealth Games 2030: અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ ભારતે કર્યો રજૂ
Commonwealth Games 2030: અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ ભારતે કર્યો રજૂ
Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, વાંચો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, વાંચો લેટેસ્ટ અપડેટ
PM Modi in Japan: ચંદ્રયાન-5 મિશન માટે સાથે આવશે NASA અને JAXA', ટૉક્યોમાં PM મોદીની જાહેરાત
PM Modi in Japan: ચંદ્રયાન-5 મિશન માટે સાથે આવશે NASA અને JAXA', ટૉક્યોમાં PM મોદીની જાહેરાત
Rain: તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ, અનેક નદીઓ બે કાંઠે, રસ્તાઓ જળમગ્ન
Rain: તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ, અનેક નદીઓ બે કાંઠે, રસ્તાઓ જળમગ્ન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાયમાલ થશે ખેડૂત?
Hun To Bolish : હું તો બોલીશ : ઝેરીલા બોલ
Hun To Bolish : હું તો બોલીશ : મારા ખેડૂતોને મળશે યોગ્ય વળતર
Tapi Rain : તાપીમાં ધોધમાર 6.34 ઇંચ વરસાદથી જળબંબાકાર, 35 માર્ગ બંધ હાલતમાં, જુઓ અહેવાલ
Panchmahal Rain : પંચમહાલના શહેરામાં 6 કલાકમાં ધોધમાર 4.25 ઇંચ વરસાદ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2030: અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ ભારતે કર્યો રજૂ
Commonwealth Games 2030: અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ ભારતે કર્યો રજૂ
Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, વાંચો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, વાંચો લેટેસ્ટ અપડેટ
PM Modi in Japan: ચંદ્રયાન-5 મિશન માટે સાથે આવશે NASA અને JAXA', ટૉક્યોમાં PM મોદીની જાહેરાત
PM Modi in Japan: ચંદ્રયાન-5 મિશન માટે સાથે આવશે NASA અને JAXA', ટૉક્યોમાં PM મોદીની જાહેરાત
Rain: તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ, અનેક નદીઓ બે કાંઠે, રસ્તાઓ જળમગ્ન
Rain: તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ, અનેક નદીઓ બે કાંઠે, રસ્તાઓ જળમગ્ન
Santan Saptami 2025 નિઃસંતાન યુગલો માટે વરદાન છે સંત સપ્તમી વ્રત! શુભ પરિણામો માટે પૂજામાં વાંચો આ વાર્તા
Santan Saptami 2025 નિઃસંતાન યુગલો માટે વરદાન છે સંત સપ્તમી વ્રત! શુભ પરિણામો માટે પૂજામાં વાંચો આ વાર્તા
દુનિયામાં કયા નેતાને સૌથી વધુ ગાર્ડ્સ ઓફ ઓનર મળ્યા છે, જાણો કયા નંબરે આવે છે PM મોદી?
દુનિયામાં કયા નેતાને સૌથી વધુ ગાર્ડ્સ ઓફ ઓનર મળ્યા છે, જાણો કયા નંબરે આવે છે PM મોદી?
બે વર્લ્ડ કપ રમનાર ક્રિકેટર બન્યો ડાકુ, કોર્ટે ફટકારી આકરી સજા; ક્રિકેટ જગતમાં મચ્યો હંગામો
બે વર્લ્ડ કપ રમનાર ક્રિકેટર બન્યો ડાકુ, કોર્ટે ફટકારી આકરી સજા; ક્રિકેટ જગતમાં મચ્યો હંગામો
એશિયા કપમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની જર્સી? થયો મોટો ખુલાસો
એશિયા કપમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની જર્સી? થયો મોટો ખુલાસો
Embed widget