શોધખોળ કરો

Rain: તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ, અનેક નદીઓ બે કાંઠે, રસ્તાઓ જળમગ્ન

Tapi Rain:તાપી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વ્યારા અને ડોલવણ તાલુકામાં વરસાદના કારણે ખેતરો જળમગ્ન થઈ ગયા છે.

Tapi Rain: તાપી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વ્યારા અને ડોલવણ તાલુકામાં વરસાદના કારણે ખેતરો જળમગ્ન થઈ ગયા છે. ડોલવણમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં 6.34 ઈંચ વરસાદથી જળબંબાકાર થયું હતું. ખેતરોમાં પાણી ભરાતા ડાંગરનો ઉભો પાક પાણીમાં ગરકાવ થયો હતો. વ્યારાના જેસીંગપુરા નજીક ખેતરોમાં કોતરના પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત થયા હતા. વરસાદના કારણે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ જળમગ્ન થયા હતા. અલગ અલગ તાલુકાના અંદાજે 35 માર્ગો બંધ થયા હતા. વ્યારાના જેસિંગપુરાથી ઉમરવાવના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેથી વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ડોલવણ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ડોલવણ તાલુકાના વાંકલા ગામેથી પસાર થતી નદી બે કાંઠે થઈ હતી.

નદીઓમાં પાણી આવતા પશુપાલકો અને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. ઓલણ, અંબિકા, ઝાંખરી સહિતની નદીઓ બે કાંઠે થઈ હતી. ગ્રામીણ વિસ્તારના લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થયા હતા. તાપીના ઉચ્છલમાં રાયંગણ ખાડીમાં ન્હાવા પડેલો એક યુવક તણાયો હતો. ધસમસતા પાણીના વહેણમાં નહાવા પડેલા આ ઈસમને સ્થાનિકોએ મેથીપાક આપ્યો હતો. જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાં 92 હજાર 292 ક્યુસેક પાણીની આવક થઈ છે જેની સામે ડેમના 6 દરવાજા ખોલી 76 હજાર 498 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી 335.81 ફૂટ પર પહોંચી હતી. તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા હતા.

ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નવસારીની કાવેરી નદીમાં પાણીની આવક વધી રહી છે. ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીની સપાટી 17 ફૂટ સુધી પહોંચી હતી. કાવેરી નદી ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર છે. ચીખલી રિવરફ્રન્ટ પર આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર સીઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયો છે. કાવેરી નદી પર બનાવવામાં આવેલો લો લાઈન બ્રિજ પણ પાણીમાં ડૂબ્યો હતો. કોઝવે ઉપરથી પાણી ફરી વળતા લોકોને નદી કિનારે ન જવા અપીલ કરી હતી. નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઝમાઝમ વરસાદ વરસ્યો હતો. પૂર્ણા,અંબિકા,કાવેરી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. જૂજ અને કેલિયા ડેમમાં પણ જળસ્તર વધ્યું છે. તો પૂર્ણા નદીની સપાટીમાં પણ વધારો થયો છે. પૂર્ણા નદીની સપાટી 18 ફૂટ સુધી પહોંચી હતી. પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 5 ફૂટ દૂર છે. નદીની સપાટી વધતાં નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Embed widget