શોધખોળ કરો

Bhavnagar News: ભાવનગરમાં ડમીકાંડમાં વધુ પાંચ આરોપીઓ કરાઇ અટકાયત

ડમીકાંડમાં સીટ દ્ધારા વધુ પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી

ભાવનગરઃ ડમીકાંડમાં સીટ દ્ધારા વધુ પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. ગોપાલ લાધવા, ઈકબાલ લોંડીયા, હનીફ લોંડીયા, પ્રવીણ સોલંકી, જીતેન્દ્રસિંહ ગોહિલની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરવામાં આવેલા પાંચેય શખ્સોની ધરપકડ કરીને રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પકડાયેલા ઇસમોની પૂછપરછ દરમિયાન ડમીકાંડમાં કોને કેટલા રૂપિયા આપ્યા ? કોનાં કહેવાથી નોકરીનું સેટિંગ કર્યું હતું ? તે તપાસ દરમિયાન બહાર આવશે.

તો આ તરફ ભાવનગર તોડકાંડમાં સામેલ બીપીન ત્રિવેદીને આખરે સરકારી શિક્ષક પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બીપીન ત્રિવેદી ભાવનગર શહેરની સરકારી શાળા નંબર 38માં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. બીપીન ત્રિવેદીએ વીડિયો વાયરલ કરીને ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજા પર અમુક ઉમેદવારોના નામ ન જાહેર કરવા માટે રૂપિયાનું સેટલમેન્ટ કર્યાનો આરોપ લગાવ્યો હતો.

Dummy scam: ડમીકાંડ મામલે વધુ 5 આરોપી જેલ હવાલે, યુવરાજસિંહના સમર્થનમાં આવ્યો રાજપૂત સમાજ

Dummy scam: ભાવનગરમાં સામે આવેલા ડમીકાંડ મામલે રોજેરોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ગઈ કાલે ડમીકાંડ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ આજે વધુ 5 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ચંદ્રદીપ ચૌહાણ, મહાવીરસિંહ સરવૈયા,કીર્તિકુમાર પનોત, સંજય સોલંકી,અને મહેશ ચૌહાણને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ડમી ઉમેદવાર કાંડમાં અત્યાર સુધીમાં 20 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. અન્ય 7 આરોપીઓ પૈકી 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ અને 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

વ્યાપક ડમીકાંડ અને તેની સાથે સામે આવેલા તોડકાર્ડ અંગે ગુજરાતના રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. રાજપૂત સમાજના આગેવાનોએ ગૃહરાજ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે યુવરાજસિંહ સામે દાખલ કરવામાં આવેલા ગુનાની ન્યાયિક તપાસ કરવામાં આવે. જે કોઈ કસૂરવાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પરંતુ યુવરાજસિંહ કે યુવરાજસિંહના પરિવારને ખોટી રીતે હેરાનગતિ કરવામાં ના આવે. આ ઉપરાંત યુવરાજસિંહ જે ડમીકાંડ બહાર લાવ્યા તે અને ભૂતકાળમાં જેટલી પણ ગેરરીતિઓ બહાર લાવ્યા છે તે અંગેની પણ યોગ્ય તપાસ કરવામાં આવે.

બુધવારે 4 આરોપીની કરવામાં આવી હતી ધરપકડ

હાલમાં રાજ્યભરમાં ડમીકાંડને લઈને રાજકારણ ગરમાયું છે. ડમીકાંડ મામલે એસ.આઇ.ટીની ટીમ દ્વારા વધુ ચાર આરોપીને ઝડપી લેવામાં આવ્યાં છે. ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ડમીકાંડની ફરિયાદ એસઆઇટીની ટીમ દ્વારા નીચે મુજબના આરોપીઓને ઝડપી લીધા છે.

(૧) મહેશભાઇ રામજીભાઇ ચૌહાણ, ઉ.વ.૨૭, રહે. ગોંદરા વિસ્તાર, દિહોર, તા.તળાજા, જિ.ભાવનગર,

(૨) વિજયભાઇ ધુડાભાઇ જાંબુચા, ઉ.વ.૨૫, રહે. લાખણકા રોડ, કાતર વાડી વિસ્તાર, ખડસલીયા, તા.જિ.ભાવનગર,

(૩) રીયાજભાઇ કાદરભાઇ કાલાવડીયા જાતે.મેમણ ઉ.વ.૩૩ ધંધો.મજુરી રહે.સરતાનપર રોડ, એ-વન પાર્ક, બેંન્યાની સામે, તળાજા તા.તળાજા જી.ભાવનગર.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Budget live updates: મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડ, શિક્ષણ વિભાગ માટે 59 હજાર 999 કરોડની જોગવાઈ
Gujarat Budget live updates: મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડ, શિક્ષણ વિભાગ માટે 59 હજાર 999 કરોડની જોગવાઈ
Gujarat Budget: હવે ઘરના ઘરનું સપનુ થશે સાકાર, બજેટમાં સરકારે કરી મોટી જાહેરાત
Gujarat Budget: હવે ઘરના ઘરનું સપનુ થશે સાકાર, બજેટમાં સરકારે કરી મોટી જાહેરાત
Gujarat Budget 2025: નાણામંત્રીએ બજેટમાં દિવ્યાંગોનો લઈને કરી મોટી જાહેરાત
Gujarat Budget 2025: નાણામંત્રીએ બજેટમાં દિવ્યાંગોનો લઈને કરી મોટી જાહેરાત
Gujarat Budget: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,498 કરોડની જોગવાઇ, જાણો બજેટમાં ખેડૂતોને શું મળ્યું?
Gujarat Budget: કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,498 કરોડની જોગવાઇ, જાણો બજેટમાં ખેડૂતોને શું મળ્યું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Budget 2025: નાણામંત્રીએ રજુ કરેલા ગુજરાતના બજેટની ખાસ વાતો, જુઓ આ વીડિયોમાંDelhi CM oath ceremony: PM મોદીની હાજરીમાં રેખા ગુપ્તાએ લીધા CM પદના શપથBig Breaking News: લેટ લતિફ સરકારી બાબુઓને લઈને સરકારે શું કર્યો પરિપત્ર?,જુઓ વીડિયોમાંNavsari Man Died In Canada: નવસારીના આધેડનું કેનેડામાં પોતાની કારમાં જ શંકાસ્પદ મોત,જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Budget live updates: મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડ, શિક્ષણ વિભાગ માટે 59 હજાર 999 કરોડની જોગવાઈ
Gujarat Budget live updates: મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડ, શિક્ષણ વિભાગ માટે 59 હજાર 999 કરોડની જોગવાઈ
Gujarat Budget: હવે ઘરના ઘરનું સપનુ થશે સાકાર, બજેટમાં સરકારે કરી મોટી જાહેરાત
Gujarat Budget: હવે ઘરના ઘરનું સપનુ થશે સાકાર, બજેટમાં સરકારે કરી મોટી જાહેરાત
Gujarat Budget 2025: નાણામંત્રીએ બજેટમાં દિવ્યાંગોનો લઈને કરી મોટી જાહેરાત
Gujarat Budget 2025: નાણામંત્રીએ બજેટમાં દિવ્યાંગોનો લઈને કરી મોટી જાહેરાત
Gujarat Budget: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,498 કરોડની જોગવાઇ, જાણો બજેટમાં ખેડૂતોને શું મળ્યું?
Gujarat Budget: કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,498 કરોડની જોગવાઇ, જાણો બજેટમાં ખેડૂતોને શું મળ્યું?
Delhi CM Oath Ceremony: દિલ્હીમાં 'રેખા સરકાર', રેખા ગુપ્તાએ લીધા દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ
Delhi CM Oath Ceremony: દિલ્હીમાં 'રેખા સરકાર', રેખા ગુપ્તાએ લીધા દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
IND vs BAN: ફ્રીમાં લાઈવ મેચ જોવાનો આ છે સૌથી સરળ રસ્તો, જાણો કેટલા વાગ્યે શરુ થશે મેચ
IND vs BAN: ફ્રીમાં લાઈવ મેચ જોવાનો આ છે સૌથી સરળ રસ્તો, જાણો કેટલા વાગ્યે શરુ થશે મેચ
UP Budget 2025: બજેટમાં મોટું એલાન, સ્કૂલની છોકરીઓને સ્કૂટી અને 50 લાખ સ્માર્ટફોન-ટેબલેટ આપવાનું એલાન
UP Budget 2025: બજેટમાં મોટું એલાન, સ્કૂલની છોકરીઓને સ્કૂટી અને 50 લાખ સ્માર્ટફોન-ટેબલેટ આપવાનું એલાન
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.