શોધખોળ કરો

Shetrunji Dam: ભારે વરસાદથી ભાવનગરના શેત્રુંજી ડેમમાં આવ્યા નવા નીર, હાલમાં 34 હજાર ક્યૂસેક પાણીની આવક

Shetrunji Dam: અત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદના કારણે ગુજરાતમાં વિવિધ ડેમોમાં પાણીની આવકમાં જોરદાર વધારો નોંધાઇ રહ્યો છે

Shetrunji Dam: અત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદના કારણે ગુજરાતમાં વિવિધ ડેમોમાં પાણીની આવકમાં જોરદાર વધારો નોંધાઇ રહ્યો છે, અને કેટલાક ડેમો છલકાયા પણ છે. હવે આ કડીમાં ભાવનગરના શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઇ છે. ભાવનગર જિલ્લા માટે શેત્રુંજી ડેમ જીવાદોરી સમાન ગણાય છે. 

ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, લેટેસ્ટ અપડેટ પ્રમાણે, ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આવેલા શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે, પુષ્કળ આવક થઇ રહી છે, ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધી છે, હાલમાં શેત્રુંજી ડેમમાં 34 હજાર 110 ક્યૂસેક પાણીની આવક ઉપરવાસમાંથી થઇ રહી છે. શેત્રુંજી ડેમની જળસપાટી અત્યારે 18.6 ફૂટ પર પહોંચી છે. ખાસ વાત છે કે, અમરેલી અને જેસર પંથક પડેલા ધોધમાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પાણી આવ્યુ અને શેત્રુંજી ડેમની જળસપાટી વધી છે. સૌરાષ્ટ્રનો આ સૌથી મોટો પાલિતાણા શેત્રુંજી ડેમ 34 ફૂટ પૂર્ણતઃ સપાટી પર છે. હાલમાં શેત્રુંજી ડેમ 50 ટકા જેટલો ભરાયો છે. 

શેત્રુંજી ડેમમાં પાણી વધતા પાલિતાણા અને આજુબાજુના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ વાત છે કે, શેત્રુંજી નદી અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી છે. તે ગીરના જંગલમાં આવેલી ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. 

આગામી ત્રણ દિવસ 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી,મહારાષ્ટ્રથી કર્ણાટક રેડ એલર્ટ

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડથી લઈને પૂર્વોત્તર અને મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ અને પૂરને કારણે નદીઓ વહેતી થઈ છે. યુપી, ગુજરાતથી લઈને બિહાર અને આસામ સુધીના ઘણા રાજ્યોમાં પૂરનો કહેર ચાલુ છે. દરમિયાન, હવામાન વિભાગે (Meteorological Department) સોમવારે યુપી સહિત 19 રાજ્યોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની ચેતાવણી આપી છે. મંગળવારે કેરળ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું (heavy  rain) રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં 17-18ના રોજ, પૂર્વ રાજસ્થાનમાં 18ના રોજ, ઓડિશામાં 19ના રોજ અને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 18-19 જુલાઈએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું  છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, બિહાર, ઝારખંડ, ઓડિશા, પૂર્વોત્તર અને દક્ષિણ રાજ્યોમાં ભારે વરસાદની (heavy  rain) ચેતાવણી  જાહેર  કરી છે. છેલ્લા 24 કલાકમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. ગુજરાતના વલસાડ અને નવસારીમાં ઘરોમાં અનેક ફૂટ પાણી ઘુસી ગયા છે. કેરળના સાત જિલ્લા અને કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાં ભારે વરસાદને કારણે સોમવારે શાળાઓ અને કોલેજો બંધ રહી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast: આ તારીખથી શરૂ થશે રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain forecast: આ તારીખથી શરૂ થશે રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગે કરી આગાહી
Gold Bond: SGB ના રોકાણકારોને લાગી શકે છે ઝટકો, સૉવરેન ગોલ્ડ બોન્ડને બંધ કરવાની તૈયારીમાં સરકાર
Gold Bond: SGB ના રોકાણકારોને લાગી શકે છે ઝટકો, સૉવરેન ગોલ્ડ બોન્ડને બંધ કરવાની તૈયારીમાં સરકાર
EPFO એ આપી મોટી રાહત, હવે ક્લેમ સેટલમેન્ટમાં નહી થાય ઝંઝટ
EPFO એ આપી મોટી રાહત, હવે ક્લેમ સેટલમેન્ટમાં નહી થાય ઝંઝટ
Lausanne Diamond League: નીરજ ચોપરાએ તોડ્યો ઓલિમ્પિકનો પોતાનો રેકોર્ડ, ડાયમંડ લીગમાં બીજા સ્થાન પર રહ્યો
Lausanne Diamond League: નીરજ ચોપરાએ તોડ્યો ઓલિમ્પિકનો પોતાનો રેકોર્ડ, ડાયમંડ લીગમાં બીજા સ્થાન પર રહ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Heavy Rain Forecast | આગામી સાત દિવસને લઈને સૌથી મોટી આગાહી, શું ગુજરાત થઈ જશે જળબંબાકાર Watch VideoHun to Bolish |  હું તો બોલીશ | અનાજ સસ્તું કે સડેલું?Hun to Bolish |  હું તો બોલીશ | બુટલેગરોનો હવે વાગશે બૂચ?Ahmedabad News | 4 મહિના પહેલાં CM એ ઉદ્ઘાટન કરેલા પાલડી અંડરબ્રિજમાં સળિયા દેખાવા લાગ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast: આ તારીખથી શરૂ થશે રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain forecast: આ તારીખથી શરૂ થશે રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગે કરી આગાહી
Gold Bond: SGB ના રોકાણકારોને લાગી શકે છે ઝટકો, સૉવરેન ગોલ્ડ બોન્ડને બંધ કરવાની તૈયારીમાં સરકાર
Gold Bond: SGB ના રોકાણકારોને લાગી શકે છે ઝટકો, સૉવરેન ગોલ્ડ બોન્ડને બંધ કરવાની તૈયારીમાં સરકાર
EPFO એ આપી મોટી રાહત, હવે ક્લેમ સેટલમેન્ટમાં નહી થાય ઝંઝટ
EPFO એ આપી મોટી રાહત, હવે ક્લેમ સેટલમેન્ટમાં નહી થાય ઝંઝટ
Lausanne Diamond League: નીરજ ચોપરાએ તોડ્યો ઓલિમ્પિકનો પોતાનો રેકોર્ડ, ડાયમંડ લીગમાં બીજા સ્થાન પર રહ્યો
Lausanne Diamond League: નીરજ ચોપરાએ તોડ્યો ઓલિમ્પિકનો પોતાનો રેકોર્ડ, ડાયમંડ લીગમાં બીજા સ્થાન પર રહ્યો
Modi in Ukraine: 'ટ્રેન ફોર્સ વન'થી કીવ પહોંચ્યા PM મોદી, ઝેલેન્સકી સાથે યુદ્ધના સમાધાન પર કરશે ચર્ચા
Modi in Ukraine: 'ટ્રેન ફોર્સ વન'થી કીવ પહોંચ્યા PM મોદી, ઝેલેન્સકી સાથે યુદ્ધના સમાધાન પર કરશે ચર્ચા
Ban: કેન્દ્ર સરકારે દવા કંપનીઓને આપ્યો ઝટકો, 156 દવાઓ પર લગાવ્યો પ્રતિબંધ
Ban: કેન્દ્ર સરકારે દવા કંપનીઓને આપ્યો ઝટકો, 156 દવાઓ પર લગાવ્યો પ્રતિબંધ
Vitamin C: લિમિટ કરતા વધુ વિટામિન સી શરીર માટે બની શકે છે ખતરનાક, જાણો હેલ્થ એક્સપર્ટનો મત
Vitamin C: લિમિટ કરતા વધુ વિટામિન સી શરીર માટે બની શકે છે ખતરનાક, જાણો હેલ્થ એક્સપર્ટનો મત
પતિએ ફ્રેન્ચ ફ્રાઇઝ ખાતા રોકી તો પત્નીએ કર્યો ક્રૂરતાનો કેસ, સાંભળીને જજ પણ થઇ ગયા હેરાન
પતિએ ફ્રેન્ચ ફ્રાઇઝ ખાતા રોકી તો પત્નીએ કર્યો ક્રૂરતાનો કેસ, સાંભળીને જજ પણ થઇ ગયા હેરાન
Embed widget