Bhavnagar: દારુડિયાઓનો આતંક, નશો કરીને આવેલો શખ્સ ભરબજારમાં મહિલાને છરો મારીને ફરાર, મહિલા લોહીલુહાણ
ઇજાગ્રસ્ત થયેલી મહિલાને બાદમાં સારવાર અર્થે તળાજાની સરકારી હૉસ્પીટલ ખસેડવામાં આવી હતી.

Bhavnagar: ભાવનગર જિલ્લામાં અસમાજિક તત્વોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે, સમાચાર છે કે, જિલ્લાના તળાજા તાલુકામાં અસામાજિક તત્વો દ્વારા એક મહિલા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, હુમલો કર્યા બાદ આ અસામાજિક તત્વો નાસી છૂટવામાં સફર થયા છે. હાલમાં જ તળાજા તાલુકાના સરતાનપર ગામમાં અસામાજિક તત્વોએ નશાની હાલતમાં ગુંડાગર્દી કરી હતી. ગામના શાક માર્કેટમાં નજીવી બાબતે બાલોચાલી થયા બાદ આ અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ દાદાગીરી કરીને એક આધેડ મહિલાને છરીના ઘા મારી દીધા હતા. ઇજાગ્રસ્ત થયેલી મહિલાને બાદમાં સારવાર અર્થે તળાજાની સરકારી હૉસ્પીટલ ખસેડવામાં આવી હતી. આ ઘટના બાદ મહિલા સાથે નશાની હાલતમાં ગુંડાગર્દી કરનારા યુવક મનુભાઈ બારૈયા વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ખાસ વાત છે કે, જ્યારે અસામાજિક તત્વોએ આધેડ મહિલા પર છરીના ઘા મારીને હુમલો કર્યો, ત્યારે મહિલાના પતિએ તાત્કાલિક 100 નંબર પર ડાયલ કરીને પોલીસને જાણ કરી હતી, પરંતુ સ્થાનિક તળાજાની પોલીસ સમયસર ના પહોંચતા આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
ભાવનગર યુનિવર્સિટીમાં પરિણામમાં છબરડા
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં પરિણામોમાં છબરડા થયાનો આક્ષેપ સાથે યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં જ જાહેર થયેલા બીકોમ સેમેસ્ટર 6ના પરિણામોમાં છબરડા થયા હોવાનો આક્ષેપ થયા છે. યુનિવર્સિટીમાં બીકોમ સેમેસ્ટર 6 માં 70% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જેને લઇ આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ NSUI કાર્યકર્તઓ દ્વારા રજૂઆત કરવા માટે યુનિવર્સિટી પહોંચ્યા હતા.
કુલસચિવને રજૂઆત કરી અને વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે. જો આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોના ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
