શોધખોળ કરો

Bhavnagar: ડમીકાંડ મામલે મોટા સમાચાર, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે નામ ન લેવા માટે 45 લાખ લીધાનો આરોપ

Bhavnagar: ડમીકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આક્ષેપ કર્યા છે. બિપીન ત્રિવેદીનો એક વીડિયો સામે આવ્યો છે.

Bhavnagar: ડમીકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આક્ષેપ કર્યા છે. બિપીન ત્રિવેદીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, યુવરાજસિંહે ડમીકાંડમાં નામ ન લેવા માટે 45 લાખ રુપિયા લીધા છે. જોકે, આ વીડિયોની પુષ્ટી એબીપી અસ્મિતા કરતું નથી. આ ઉપરાંત ભાવનગરમાં ડમી ઉમેદવારોમાં આમ આદમી પાર્ટીના આગેવાનની પણ સંડોવણી હોવાની વાત સામે આવી છે.

આમ આદમી પાર્ટીના આગેવાન રમણિક જાની નામના શખ્સ વિરુદ્ધ પણ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે. સિહોરના રબારીકા ગામે રહેતા અને આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રીની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. હાલ તો રમણિક જાની ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

ડમીકાંડમાં જે આરોપી પકડાયા છે તેમાં 4 પૈકી 3 આરોપી સરકારી કર્મચારી છે. આરોપી શરદ પનોત કોબડી પ્રાથમિક શાળામાં શિક્ષક છે. આરોપી પ્રકાશ દવે તળાજા BRC શાળામાં ફરજ બજાવે છે. આરોપી પ્રદીપ બારૈયા જેસર કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. બળદેવ રાઠોડ ડોક્યુમેન્ટનું એડીટિંગ કરતો હતો. તમને જણાવી દઈએ કે, ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથકમાં શૈક્ષણિક બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી વિધાર્થીઓને બેસાડી ચલાવવામાં આવતા કૌભાંડ સામે 36 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લીલા સર્કલ પાસે મોહનતીર્થ સોસાયટીમાં રહેતો અને જેસર કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો પ્રદીપ બારૈયાનું પણ ફરિયાદમાં નામ છે.

કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો પ્રદીપ બારૈયાએ 2022માં લેવામાં આવેલ સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ટીમાણા અને ભાવનગરના બે ઉમેદવારોની જગ્યાએ ડમી ઉમેદવાર ગોતી લાવી અપાવી પરીક્ષા હતી. જે 2 પરિક્ષાર્થીઓએ ડમી ઉમેદવારોને બેસાડી પરીક્ષા અપાવી હતી તે બંને પણ હાલ સરકારી નોકરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પ્રદીપ બારૈયાની પણ ધરપકડ કરી છે. હાલ એ.ટી.એસ દ્વારા પણ પ્રદીપની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર કૌભાંડને 5 એપ્રિલના રોજ જાહેર કર્યું હતું. જેમાં ભાવનગર એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ દ્વારા 36 લોકો સામે ગુન્હો નોંધી 4 શખ્સને ઝડપી લીધા છે. કુલ 36 આરોપીઓ પૈકી 33 આરોપીઓ ભાવનગર જિલ્લાના છે તો અન્ય બોટાદ અને ગાંધીનગરના હોવાનું ખુલ્લું છે. હાલ પોલીસ દ્વારા શરદ કુમાર પનોત, પ્રકાશ ઓર પી.કે દવે, પ્રદિપ અને બળદેવની નામના સખ્યની ધરપકડ કરી લીધી છે. 2012 થી 2023 સુધી પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ બેસાડીને સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસGodhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
Embed widget