Bhavnagar: ભાવનગરમાં ભાઈ-બહેને કર્યો આપઘાત, બે મહિના પહેલા જ તેમના માતાપિતા અને ભાઈ બહેને કરી હતી આત્મહત્યા
ભાવનગર: મૂળ ભાવનગરનાં પરિવારે સુરતમાં થોડા સમય પહેલા સામુહિક આપઘાત કર્યો હતો. જેમાં એક જ પરિવારના ૪ સભ્યોના મોત થયા હતા. હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે.
![Bhavnagar: ભાવનગરમાં ભાઈ-બહેને કર્યો આપઘાત, બે મહિના પહેલા જ તેમના માતાપિતા અને ભાઈ બહેને કરી હતી આત્મહત્યા Brother and sister committed suicide in Bhavnagar Bhavnagar: ભાવનગરમાં ભાઈ-બહેને કર્યો આપઘાત, બે મહિના પહેલા જ તેમના માતાપિતા અને ભાઈ બહેને કરી હતી આત્મહત્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/9d7033625485382e69c196903ecdac721692371611659397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભાવનગર: મૂળ ભાવનગરનાં પરિવારે સુરતમાં થોડા સમય પહેલા સામુહિક આપઘાત કર્યો હતો. જેમાં એક જ પરિવારના ૪ સભ્યોના મોત થયા હતા. હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આજ પરિવારના ભાઈ-બહેને ભાવનગર ખાતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તમને જણાવી દઈએ કે, જુન મહિનામાં સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા વિનુ મોરડીયા અને તેમના પત્ની ઉપરાંત એક પુત્ર અને એક પુત્રીએ સામુહિક આપઘાત કરી લીધો હતો. ત્યારે આજે મૃત્યુ પામેલા ભાઈ બહેન બહાર હતા. હવે આજે આ ભાઈ બહેને સજોડે આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઈ છે.
જુન મહિનામાં આ પરિવારે કર્યો હતો સામુહિક આપઘાત
મને જણાવી દઈએ કે, 8 જુનના રોજ વિનુ ભાઈના પરિવારે સામુહિક આપઘાત કર્યો હતો. સવારે માતા, પુત્ર અને પુત્રીનું મોત નીપજ્યું હતું. જયારે બપોર બાદ પિતા વિનુ મોરડીયાનું પણ મોત નિપજ્યું હતું. ચાર લોકોના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. આર્થિક તંગીથી કંટાળી આ પરિવારે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
આપઘાત પહેલા વિડીયો પણ બનાવ્યો હતો
નોંધનીય છે કે, આપઘાત કરનાર વિનુભાઈ મોરડીયાએ ઝેરી દવા ગટગટાવતા અગાઉ એક વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો અનુસાર તેમાં વિનુભાઈ બોલે છે કે, મારે હવે આપઘાત કરવા સિવાય કોઈ અન્ય રસ્તો બાકી નથી. હું સારો પિતા ન બની શક્યો, હું સારો પુત્ર ન બની શક્યો, હું સારો પતિ ન બની શક્યો, તેવું આ વીડિયોમાં બોલે છે. વિડિયો રેકોર્ડ કર્યા બાદ તેણે આપઘાત કરી લીધો હતો.
જે બાદ વિનુ મોરાડીયાના બીજા પુત્ર અને પુત્રી એકલા થવાથી તેઓ સુરતના ભાવનગરના સિહોરમાં તેમના વતન આવ્યા હતા અને આજે એકલતાપણાને લાઇ બન્ને ભાઈ બહેને આપઘાત કરી લીધો હતો. ઋષિતા વિનુભાઈ અને પાર્થ વિનુભાઈ નામના ભાઈ બહેનનાં અપઘાતને લઈ ચકચાર મચી છે. મૂળ ભાવનગર સિહોરના વિનુ મોરડીયાનો પરિવાર સુરતમાં રહેતો હતો જ્યાં વિનુભાઈ અને તેના પત્ની તથા તેના બે બાળકોએ આર્થિક તંગીથી કંટાળી આપઘાત કરી લીધો હતો. અને હવે આ જ પરિવારના બે લોકો પુત્ર અને પુત્રી ત્યારે બહાર હતા જેમને આજે તેમના ગામ સિહોરના પાડાપાણ ગામે આપઘાત વહોરી લીધો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)