ભાવનગર: ગારિયાધાર નગરપાલિકાના ચીફ ઓફિસર 16 હજારની લાંચ લેતા ઝડપાયા
ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં નગરપાલિકાના ચીફ ઓફિસર 16 હજારની લાંચ લેતા ઝડપાયા હતા.
ભાવનગર: ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં નગરપાલિકાના ચીફ ઓફિસર 16 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. ACB ની સફળ ટ્રેપમાં નગરપાલિકાનો ચીફ ઓફિસર વી. ડી.પૂજારા અને લાંચનો સ્વીકાર કરનાર એન્જિનિયર પ્રતીક રંગે હાથ ઝડપાયા હતા. નવી બનાવવામાં આવેલ સ્મશાનની દીવાલના કામનો ચેક પાસ કરાવવા 16 હજાર ની લાંચ માંગવામાં આવી હતી. ગારીયાધારમાં નગરપાલિકાના એન્જિનિયરને લાંચ લેવા મોકલ્યો હતો. ACB એ છટકું ગોઠવી લાંચનો સ્વીકાર કરનાર અને મોકલનાર નગરપાલિકાના ચીફ ઓફિસરને ઝડપી લીધા હતા.
ગુજરાતમાં નવી સરકાર આવતા જ એન્ટી કરપ્શન બ્યુરોએ પોતાનો સપાટો જારી રાખ્યો છે. એક અઠવાડીયા પહેલા મધ્ય ગુજરાતના ઉમરેઠમાં ઈ-ધરા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો જયપ્રકાશ સોલંકી એક બિલ્ડર પાસેથી રૂપિયા 2.25ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો.
સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર
સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરને પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જુનાગઢમાં માંગરોળના સામરડા ગામે લોકોના ઘરોમાં ઘુસ્યા પૂરના પાણી ઘૂસ્યા છે. ગઈ કાલથી માંગરોળ પંથકમાં પડી રહેલ ભારે વરસાદથી માંગરોળનું ઘેડ પથંક ફરીએકવાર બેટમાં ફેરવાયું છે. ઘેડ પંથકના તમામ રસ્તાઓ ઉપર પૂરના પાણી ફરી વળતાં માંગરોળ તાલુકાના ઘેડ પંથકના ગામો ફરી એકવાર સંપર્ક વિહોણા થયા છે. ઘેડ પંથકના સામરડા ગામે લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાં ઘરવખરી પલળી જવાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે.
જુનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં તાલુકામાં આભ ફાટ્યું હતું. ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની હતી. જ્યારે અનેક ઘરોમાં પાણી ઘુસ્યા તો ખેડુતોના ખેતરોમાં એક એક ફુટ જેટલા પાણી ભરાતાં ખેડુતો પાયમાલ થયા છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં બે જગ્યાએ વીજળી પડવાની ઘટના બની છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં તાલુકામાં આભ ફાટ્યું હતું. ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની હતી. જ્યારે અનેક ઘરોમાં પાણી ઘુસ્યા તો ખેડુતોના ખેતરોમાં એક એક ફુટ જેટલા પાણી ભરાતાં ખેડુતો પાયમાલ થયા છે.