શોધખોળ કરો

Crime News: ભાવનગરમાં હનીટ્રેપમાં ફસાયા ખાનગી પેઢીના માલિક, યુવતીએ પ્રેમી સાથે મળી એક કરોડ રૂપિયા પડાવ્યા

ભાવનગરમાં એક 51 વર્ષીય આધેડ હનીટ્રેપનો શિકાર બન્યા હતા

ભાવનગરમાં એક 51 વર્ષીય આધેડ હનીટ્રેપનો શિકાર બન્યા હતા. મળતી જાણકારી અનુસાર, ભાવનગર શહેરમાં એક 51 વર્ષીય આધેડ હનીટ્રેપનો શિકાર બન્યા હતા. એક ખાનગી પેઢીમાં કામ કરતી યુવતીએ પ્રેમી સાથે મળી પોતાની જ પેઢીના માલિકને હનીટ્રેપમાં ફસાવ્યા હતા. બળાત્કારનો ગુનો દાખલ કરવાની ધમકી આપી એક કરોડ રૂપિયા પણ પડાવી લીધા હતા. બાદમાં વધુ 25 લાખ રૂપિયા માંગતા કંટાળીને પેઢીના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આરોપી યુવતીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Accident: સામાજિક પ્રસંગ પતાવી ઘરે પરત ફરતો હતો યુવક, ડિવાઇડર સાથે અથડાયું બાઇક ને પછી...

Dahod News:  દાહોદ શહેરમા બાઈક અકસ્માતમાં એકનું મોત થયું છે. બાઇક ડિવાઈડરની જાળી સાથે અથડાતા બાઈક ચાલક રસ્તા પર પટકાયો હતો. જેના કારણે તેનું મોત થયું છે.

અકસ્માત બાદ બાઇક દૂર સુધી ઘસડાઈ હતી. દાહોદ શહેરના સરસ્વતી સર્કલ નજીક આ ઘટના બની હતી. જેમાં વહેલી સવારે સામાજિક પ્રસંગ પતાવી ઘરે જઈ રહેલા વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ નગરમાં પતિના અવસાનના ગણતરીના કલાકોમાં જ પત્નીએ પણ અંતિમ શ્વાસ સાથે વચન પૂર્ણ કર્યું હોવાનો કિસ્સો બન્યો છે. સારસ બેલડીને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. જો બંનેમાંથી કોઈ એકનું મૃત્યુ નીપજે તો અન્ય પક્ષી પણ પોતાના પ્રાણ ત્યજી દે છે. પશુ-પંખીમાં અનોખો પ્રેમ જોવા મળે છે ત્યારે માનવ જીવનમાં પણ ભૂતકાળમાં બનેલ અનેક પ્રેમના કિસ્સાને આજે પણ યાદ કરવામાં આવે છે. જો કે આજના યુગમાં આવો પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે. લગ્ન સમયે 'સાથે જીવશું, સાથે મરશું'ના એકબીજાને વચન આપવામાં આવે છે. જે વચન જવલ્લે જ કોઈ કિસ્સામાં પૂરા થતા હોય છે. આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ નગરની મદની સોસાયટી ખાતે રહેતા ૭૧ વર્ષીય ઈબ્રાહીમભાઈ નબીજીભાઈ વ્હોરાને છેલ્લા કેટલાક દિવસોથી ફેફસાંની બીમારી હતી. બાળપણથી જ અનેક સંઘર્ષો વચ્ચે ભંગારની ફેરી ફરીને તેઓએ પોતાના બે પુત્ર તથા બે પુત્રીઓ સહિતના પરિવારનું પાલન કર્યું હતું. દિકરા-દિકરીઓના લગ્ન બાદ ધંધો બંને પુત્રોને સોંપ્યો હતો અને અવારનવાર બાળકોને ધંધા અંગે માર્ગદર્શન આપતા હતા.

થોડા દિવસ પૂર્વે તેઓને શ્વાસની તકલીફ થતા નડિયાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબીયતમાં સુધારો થતા રજા અપાયા બાદ તેઓને ઘરે લાવવામાં આવ્યા હતા. દરમ્યાન ગત રવિવાર મોડી રાત્રીના સુમારે અચાનક જ તેઓની તબીયત લથડી હતી અને તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. સોમવાર સવારના સુમારે ઉમરેઠ નગરની મદની સોસાયટી ખાતેથી તેમનો જનાજો નીકળ્યો હતો. બપોર સુધીમાં તેઓની દફનવિધિ પૂર્ણ કર્યા બાદ પરિવારજનો ઘરે પરત ફર્યા હતા. જો કે પતિ ઈબ્રાહીમભાઈ વ્હોરાની વિદાયનો સૌથી વધુ આઘાત તેઓના સુખ-દુઃખના સાથી તેમના પત્ની જરીનાબેનને લાગ્યો હતો અને પરિવારજનોની રોકકળ વચ્ચે તે જ દિવસે માત્ર ચાર કલાક બાદ નમતી બપોરના સુમારે જરીનાબેન પણ આ ફાની દુનિયાને અલવિદા કહી ઈબ્રાહીમભાઈ વ્હોરા સાથે ખુદાની ખીદમતમાં પહોંચી ગયા હતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
Embed widget