ગુજરાતના આ શહેરમાં કચરો ઉપાડવામાં કૌભાંડ, વજન વધારે આવે તે માટે ગાડીમાં કચરાને બદલે પથ્થરા ભર્યા
ગાડીમાં કચરો ભરવાના બદલે વજન વધારવા પથ્થરો ભરી મનપા સાથે છેતરપિંડી કરી હતી.
ભાવનગરઃ ભાવનગર મનપાનું કચરો ઉપાડવાનું કૌંભાડ બહાર આવતા રાજકારણ ગરમાયું છે. ભાવનગર મનપાએ કચરો ઉપાડવા ટેમ્પલ બેલને આપેલા કોન્ટ્રાકટમાં કૌભાંડ બહાર આવ્યું છે. ટેમ્પલ બેલએ કચરો ઉઘરાવા જતા કર્મચારીએ ટેમ્પલ બેલમાં વજન વધારવા કિમિયો અજમાવ્યો હતો.
ગાડીમાં કચરો ભરવાના બદલે વજન વધારવા પથ્થરો ભરી મનપા સાથે છેતરપિંડી કરી હતી. ભાવનગર મનપા ટેમ્પલ બેલ એજન્સીને મહિને કચરો ઉપાડવા પચાસ લાખ રૂપિયા આપે છે. ઘોઘા સર્કલ વિસ્તારમાં એક નગરસેવકે ટેમ્પલ બેલની ગાડી ઉભી રાખી ચેક કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.
ભારતમાં વધ્યા કોરોનાના કેસ
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 15માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 7774 નવા કેસ નોંધાયા છે અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8464 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 92,281 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4308 કેસ નોંધાયા છે અને 245 સંક્રમિતોના મોત થયા છે.
દેશમાં અત્યાર સુધીમાં 132,93,84,230 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 89,56,784 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 11,89,459 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેન હવે 22 ડિસેમ્બરથી સપ્તાહમાં આટલા દિવસ દોડશે
રાજ્યમાં એક જ સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસમાં 60%નો ધરખમ વધારો, આ શહેરમાં સૌથી વધુ એક્ટિવ કેસ
India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા ? જાણો લેટેસ્ટ આંકડો