(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં એક જ સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસમાં 60%નો ધરખમ વધારો, આ શહેરમાં સૌથી વધુ એક્ટિવ કેસ
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોવિડના એક્ટિવ કેસમાં 60 ટકાનો વધારો થયો છે. તો અમદાવાદમાં સૌથી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે
બીજી લહેર બાદ કોરોનાના કેસમાં સમગ્ર દેશમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ દિવાળી બાદ ફરી એકવાર કોવિડના કેસમાં વઘારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોવિડના એક્ટિવ કેસમાં 60 ટકાનો વધારો થયો છે.
ઓમિક્રોનની ચિંતાની વચ્ચે રાજ્યમા કોવિડના કેસમાં સતત વધારો થઇ રહ્ય છે. છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોવિડના એક્ટિવ કેસમાં 60 ટકાનો વધારો થયો છે. હાલ રાજ્યમાં 524 એક્ટિવ કેસ છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાંથી નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 158, વડોદરામાં 79 અને જામનગરમાં 55 એક્ટિવ કેસ નોંધાયા છે
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 71 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 27 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,455 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.72 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 4,15,546 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે જામનગર કોર્પોરેશનમાં 15, વડોદરા કોર્પોરેશન 13, સુરત કોર્પોરેશનમાં 11, અમદાવાદ કોર્પોરેશનમાં 10, કચ્છ 4, નવસારી 4, મહેસાણા 3, રાજકોટ કોર્પોરેશનમાં 3, દેવભૂમિ દ્વારકા 2, વલસાડ 2, આણંદ 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1, અને અમદાવાદમાં 1 કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 524 કેસ છે. જે પૈકી 08 વેન્ટીલેટર પર છે, જ્યારે 516 નાગરિકો સ્ટેબલ છે. 8,17,455 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10098 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
આ પણ વાંચો
UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?