Gujarat Rain: ભાવનગર જિલ્લામાં પ્રથમ વરસાદમાં જ જળબંબાકાર, અનેક જગ્યાએ પાણી ભરાતા તંત્રની પોલ ખુલી
Gujarat Rain: ભાવનગર શહેર અને જિલ્લામાં વાવાઝોડા બાદ આખરે વરસાદની સીઝન શરુ થઈ છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. સિહોર,ઘોઘા,તળાજા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે.
Gujarat Rain: ભાવનગર શહેર અને જિલ્લામાં વાવાઝોડા બાદ આખરે વરસાદની સીઝન શરુ થઈ છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. સિહોર,ઘોઘા,તળાજા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ઘોઘા તાલુકાના ખોખરા,વાળુકડ,ખરકડી સહિતના વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેવો ભારે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે.
ભાવનગર ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ઘોઘા સહિતના ગ્રામ્ય પંથકમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે ભાવનગરની જીવાદોરી સમાન બોર તળાવમાં ધસમસતા પ્રવાહની માફક નવા નીરની આવક શરૂ થઈ છે. હાલ સિઝનનો સારો વરસાદ નોંધાતા શહેરનાં બોરતળાવમાં પાણીની સપાટીમાં વધારો થતાં શહેરમાં પાણીના તળ પણ ઉંચા આવશે.
. ઉમરાળામાં વરસાદનું આગમન થતા ધરતીપુત્રને હાશકારો
તો બીજી તરફ ઉમરાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. તાલુકાના રંધોળા,ધોળા,પરવાળા,બજુડ,પીપરાળી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે ઉમરાળા તાલુકાની નાની નદી નાળાઓ છલોછલ થયા છે અને સતત નવા નીર વહી રહ્યા છે. ઉમરાળામાં વરસાદનું આગમન થતા ધરતીપુત્રને પણ હાશકારો થયો છે.
વલ્લભીપુર તાલુકા પંથકમા પણ ચોમાસાના વરસાદનું અગમન
વલ્લભીપુર તાલુકા પંથકમા પણ ચોમાસાના વરસાદનું અગમન થઈ ચૂક્યું છે. સવારથી જ કાળાડીબાંગ વાદળો અને કાળજાળ ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થઈ ચકયું છે. વલભીપુર,ચમારડી,નવાગામ,પાટી,કલ્યાણપર,રામપુર સહિતના ગામડાઓમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વાવણી બાદ વરસાદની શરૂઆત થતા ધરતીપુત્રોમાં સ્મિતની લાલી છવાયી છે.
મહાનગરપાલિકાની પ્રી-મોનસુનની કામગીરી વરસાદના પાણીમાં તરતી જોવા મળી
આ ઉપરાંત ભાવનગર શહેરમાં પડેલા વરસાદનાં કારણે શહેરના કુંભરવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. ચોમાસાનાં આગમન થતા જ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆતમાં થઈ ચૂકી છે. કુંભરવાડા,કાળિયાબીડ,સંસ્કાર મંડળ,વાઘવાડી રોડ સહિતનાં વિસ્તારમાં વરસાદ શરૂ થતાં જ પાણી ભરાય છે જેના કારણે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાખો રૂપિયાનાં ખર્ચે કરવામાં આવતી ભાવનગર મહાનગરપાલિકાની પ્રી-મોનસુનની કામગીરી વરસાદના પાણીમાં તરતી જોવા મળી રહી છે. શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial