શોધખોળ કરો

Bhavnagar: અડધો કલાક સુધી સિંહ સામે ઝઝૂમ્યા વૃદ્ધ, હાથ અને પીઠના ભાગે પહોંચી ગંભીર ઈજા

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામમાં શ્વાસ થંભાવી દેતા દ્રશ્યો જોવા મળ્યો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પાલીતાણામાં સિંહે કાળુભાઈ પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી.
  • વન વિભાગની ઢીલી કામગીરી અને ગેરવર્તણૂકથી ગ્રામજનોમાં રોષ.
  • અમરેલીમાં રાજુ વાઘેલા પર સિંહનો હુમલો, માસમાં છઠ્ઠી ઘટના.

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામમાં શ્વાસ થંભાવી દેતા દ્રશ્યો જોવા મળ્યો હતો. સવારે કાળુભાઈ પરમાર પાલતુ પશુને ઘાસચારો નાંખી રહ્યા હતા. ત્યારે જ જંગલ વિસ્તારમાંથી આવેલા સિંહે હુમલો કરી દીધો. કાળુભાઈના હાથનો ભાગ સિંહે મોઢા લઈને બેસી ગયો. આ દ્રશ્યો જોઈને ડરી ગયેલા ગ્રામજનોએ કાળુભાઈને બચાવવા બૂમો પાડી, પથ્થરો માર્યા. તેમ છતા પણ સિંહે તેમને છોડ્યા નથી. જો કે અડધો કલાક સુધી મોત સામે ઝઝુમ્યા બાદ કાળુભાઈએ પંપાળતા આખરે સિંહ તેમને છોડીને જંગલ વિસ્તાર તરફ ભાગી ગયો. સિંહના હુમલામાં હાથ અને પીઠના ભાગે ગંભીર ઈજા થતા કાળુભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. ઘટના બાદ ગ્રામજનોમાં વનવિભાગની કામગીરી સામે પણ રોષ છે. ગ્રામજનોનો આરોપ છે કે અનેકવાર ફોન કર્યા છતા વનવિભાગની ટીમ સમયસર સ્થળ પર ન પહોંચી હતી. 

એટલુ જ નહીં વનવિભાગે જાહેર કરેલી પ્રેસનોટમાં દોષનો ટોપલો પણ ગ્રામજનો પર જ ઢોળી દીધો. DCF ચિરાગ અમીને જાહેર કરેલી પ્રેસનોટમાં ગ્રામજનોએ મોટા અવાજો કરતા ગભરાયેલા સિંહે ભાગવાનો પ્રયાસ કર્યો અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાનો ઉલ્લેખ કર્યો. વનવિભાગના કર્મચારીઓ જ્યારે સ્થળ પર પહોંચ્યા તો વન વિભાગના કર્મચારીએ ગ્રામજનો સાથે ગેરવર્તણુંક પણ કરી હતી. 

વીડિયોમાં જોવા મળે છે કે સિંહ તેના પંજામાં કાળુભાઈને પકડી રાખે છે તેને હલનચલન કરતા કે મદદ માટે બોલાવતા અટકાવે છે. આખી ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે મૃત્યુનો સામનો કરવા છતાં તેઓ શાંત રહેવાનો પ્રયાસ કરે છે. તેમની બહાદુરી અને હોશિયારીથી આખરે તેમનો જીવ બચી ગયો, જોકે તે હુમલામાં ઘાયલ થયા હતા.

ગ્રામજનોમાં ગુસ્સો

આ ઘટનાથી ગ્રામજનોમાં ભારે ગુસ્સો છે. ગ્રામજનો કહે છે કે વહીવટીતંત્રે તેમની ચેતવણીઓને ગંભીરતાથી લીધી નથી. ગ્રામજનો હવે માંગ કરી રહ્યા છે કે ભવિષ્યમાં આવી ખતરનાક ઘટનાઓ અટકાવવા અને જીવનની સલામતી સુનિશ્ચિત કરવા માટે વન વિભાગ તાત્કાલિક, કડક પગલાં લે.

બીજી  અન્ય ઘટનામાં અમરેલી જિલ્લામાં સિંહના હુમલાથી દહેશતનો માહોલ છે. સાવરકુંડલાના ઠવી ગામે રવિવારે મોડી રાત્રે રાજુ વાઘેલા નામનો પશુપાલક પોતાના ઘરની બહાર ઉંઘી રહ્યો હતો. ત્યારે જ સિંહે તેમના પર હુમલો કરી દીધો. સિંહે હુમલો કરતા જ રાજુ વાઘેલાએ બુમાબુમ કરતા જ પરિવારજનો સ્થળ પર પહોંચ્યા. લોકોને જોઈને સિંહ પણ રાજુ વાઘેલાને છોડીને જંગલ તરફ ભાગી ગયો. સિંહના હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પશુપાલકને તાત્કાલિક સારવાર માટે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં તેને પગના ભાગે 25 જેટલા ટાંકા લેવાની ફરજ પડી. ઘટનાની જાણ થતા વનવિભાગ અને સ્થાનિક પ્રશાસનની ટીમ પણ સતર્ક થઈ હતી. વિસ્તારમાં સિંહની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. છેલ્લા એક મહિનામાં સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના બનતા ગ્રામ્ય વિસ્તારોમાં વનવિભાગ સિંહની હિલચાલ પર સતત નજર રાખવા, લોકોની સુરક્ષા પૂરી પાડવા અને રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની ગ્રામજનો માંગ કરી રહ્યાં છે.

Frequently Asked Questions

ગરાજીયા ગામમાં સિંહના હુમલાનો ભોગ બનેલા કાળુભાઈ પરમાર કઈ રીતે બચ્યા?

કાળુભાઈ પરમાર સિંહના હુમલા દરમિયાન અડધો કલાક સુધી શાંત રહ્યા અને તેને

ગરાજીયાના ગ્રામજનો વન વિભાગ સામે શા માટે રોષે ભરાયા છે?

ગ્રામજનોનો આરોપ છે કે વન વિભાગની ટીમ સમયસર ન પહોંચી. વન વિભાગે ગ્રામજનો પર દોષનો ટોપલો ઢોળ્યો અને તેમના કર્મચારીઓએ ગેરવર્તણૂક પણ કરી હતી.

અમરેલી જિલ્લામાં સિંહના હુમલાની બીજી ઘટના ક્યાં અને કોની સાથે બની?

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઠવી ગામે પશુપાલક રાજુ વાઘેલા પર સિંહે હુમલો કર્યો હતો. તેઓ ઘરની બહાર ઊંઘી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

ગ્રામજનો વન વિભાગ પાસે સિંહના હુમલા અંગે કયા પગલાં લેવાની માંગ કરી રહ્યા છે?

ગ્રામજનો સિંહની હિલચાલ પર નજર રાખવા, સુરક્ષા પૂરી પાડવા અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં આ છઠ્ઠી ઘટના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગરમાં ચકચારી ઘટના, જુગારધામ પર પોલીસ દરોડા દરમિયાન ભાગવા જતાં 3 યુવકો કૂવામાં ખાબક્યા, ત્રણેયના મોત
Bhavnagar: ભાવનગરમાં ચકચારી ઘટના, જુગારધામ પર પોલીસ દરોડા દરમિયાન ભાગવા જતાં 3 યુવકો કૂવામાં ખાબક્યા, ત્રણેયના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
બગદાણા આશ્રમની મોટી અપીલ: બજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટા-વીડિયોને લઈ કહી આ વાત 
બગદાણા આશ્રમની મોટી અપીલ: બજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટા-વીડિયોને લઈ કહી આ વાત 
Chandipura Virus: ભાવનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 3 કેસ નોંધાતાં હડકંપ, તંત્ર થયું દોડતું
Chandipura Virus: ભાવનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 3 કેસ નોંધાતાં હડકંપ, તંત્ર થયું દોડતું
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget