શોધખોળ કરો

Heart Attack: હાર્ટ અટેકે વધુ એક યુવકનો લીધો ભોગ, ભાવનગરમાં 17 વર્ષના યુવક ઊંઘમાં જ હૃદય થયું બંધ

રાજ્યમાં હાર્ટ અટેકના સતત કેસ વધી રહ્યાં છે. ભાવનગરમાં વધુ એક યુવકે હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યો. 17 વર્ષના યુવકનું હાર્ટ અટેકથી નિધન થયું

Heart Attack:રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે પાટણ બાદ ભાવનગરમાં પણ નાની વયે હાર્ટ અટેકે જીવ ગુમાવ્યો છે. ભાવનગરના 17 વર્ષિય વિજય ચૌહાણનું મોત થયું છે.

ભાવનગરમાં ફરી એક વખત 17 વર્ષના કિશોરનું ધબકતું હૃદય બંધ થયું છે,વિજય ચૌહાણ નામનો માત્ર 17 વર્ષનો કિશોર રાત્રે 10 વાગ્યે સુઇ ગયો હતો, પરંતુ ઊંઘમાં જ તેમને હાર્ટ અટેક આવી જતાં તે સૂતા બાદ જાગ્યો જ નહી. તેમને બેભાન અવસ્થામાં જોઇને ભાવનગરના માઢીયા ગામેથી 108 દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પરિવારની હાજરીમાં ટૂંકી સારવાર બાદ હાર્ટ અટેકના હુમલા થી આ વિજય ચૌહાણનું અવસાન થયું હતું. નવ યુવાનના અચાનક મોતથી પરિવાર સ્તબ્ધ છે. મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. 

તો બીજી તરફ ભાવનગર તળાજા તાલુકાના નવા દેવલી ગામે 18 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. જિજ્ઞા બારૈયા નામની યુવતી ખેતરે વાવેલ શીંગ કાપીને  પરત ધરે આવી હતી અને માતાને કહ્યું હતું કે,  ભવાઈ જોવા જવાનું છે  તો પહેલા થોડો આરામ કરી લઉં, બાદ ઊંઘમાં યુવતીનું હદય બંધ પડી ગયું હતું. 18 વર્ષની દીકરી જિજ્ઞાનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબ ડૉક્ટરે જણાવતા પરિવાર પણ અચંબામાં પડી શોક મગ્ન છે. નાની વયે દીકરા –દીકરીઓના મોતથી સતત ચિંતા વધારો થયો છે.

રાજ્યમાં હ્રદય રોગના હુમલાથી મૃત્યુનો સિલસિલો યથાવત છે, દરરોજ રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત હવે અન્યે શહેરોમાંથી પણ હાર્ટ એટેકના મોતના સમાચારો સામે આવી રહ્યાં છે. તાજા અપડેટ પ્રમાણે જામનગરમાંથી વધુ એક મોતના સમાચાર સામે આવ્યા છે. અહીં એક 37 વર્ષીય યુવાન હાર્ટ એટેકથી મોતને ભેટ્યો છે. 

મળતી માહિતી પ્રમાણે, જામનગર જિલ્લાના સિક્કા ગામમાં 37 વર્ષીય યુવાનને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો, આ પછી તેને સારવાર અર્થે હૉસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો, આ 37 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ. આ ઘટના ગઇ રાત્રે જામનગર જિલ્લના સિક્કા ગામે બની હતી. મૃતક સિક્કા ગામના મારુતિનગરનો રહેવાસી છે, જેનું નામ જયવંતસિંહ વાળા છે. હાર્ટ એટેકથી યુવાનું અચાનક મોત થઇ જતા સમગ્ર ગામ અને પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ વેચો છો બાપ-દાદાની જમીન?Hun To Bolish :  હું તો બોલીશ : બેફામ ડ્રાઈવરChhota Udepur News: છોટાઉદેપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો સમાજે કર્યો બહિષ્કારAnand Samuh Lagna Controversy: રાજકોટ બાદ આણંદમાં સમૂહ લગ્ન આવ્યા વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો 
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
Embed widget