શોધખોળ કરો

BHAVNAGAR: ભાવનગરમાં યોજાયા અનોખા લગ્ન, છૂટ્ટાછેડાને રોકવા વડિલોએ ચીંધી અનોખી રાહ

BHAVNAGAR: આજકાલ એકબીજાનાં આંધળા અનુકરણ અને ફેશનની દુનિયામાં લગ્ન તો બધાય ધામધૂમથી કરી રહ્યા છે પરંતુ આ લગ્ન જીવન લાંબા સમય સુધી ટકે તે જરૂરી હોય છે.

BHAVNAGAR: આજકાલ એકબીજાનાં આંધળા અનુકરણ અને ફેશનની દુનિયામાં લગ્ન તો બધાય ધામધૂમથી કરી રહ્યા છે પરંતુ આ લગ્ન જીવન લાંબા સમય સુધી ટકે તે જરૂરી હોય છે. ત્યારે ભાવનગરના પુરુષાર્થ ફાઉન્ડેશન દ્વારા સૂખી લગ્ન જીવનનાં 50 વર્ષ પૂર્ણ કરનારા 36 દંપતીઓના પ્રતિક લગ્ન એટલે કે રી-મેરેજનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ આજની યુવા પેઢી આ વૃદ્ધોની જેમ પોતાનું લગ્ન જીવન લાંબુ ટકાવવા આ પ્રસંગમાંથી શીખ લે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગરમાં આજે લગ્ન પ્રસંગનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય ઉદ્દેશ એ હતો કે આજની યુવા પેઢી લગ્ન જીવન ટકાવી શકતી નથી માટે રી મેરેજનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૃદ્ધ દંપતિઓએ ફરી વખત મેરેજ કરીને આજના યુવા પેઢીને સંદેશો આપ્યો હતો. આ 36 વૃદ્ધ દંપતિઓના લગ્ન જીવનને 50 વર્ષ સુખી સંપન્ન પૂર્ણ થયા છે. આ  માટે યુવાઓને સંદેશો આપવા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રમુખસ્વામી નગરમાં યોજાયું સંત સંમેલન

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદમાં પ્રમુખ સ્વામીનગરમા આજે આતરાષ્ટ્રીય સંત સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત સમેલનમાં ૨૫૦થી વધુ સાધુ સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ સંતોએ યાત્રા યોજીને પ્રમુખ સ્વામીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. કોંન્ફોરન્સ હોલમા સભામાં તમામ સંતો હાજર રહ્યા હતા. આ સંત સંમેલનમા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતિ પણ ઉપસ્થિત રહેશે.

હાજર સંતોનું નિવેદન

પ્રમુખ સ્વામી એક ભગવાનનો અંશ હતા. એક અવિચારિય અને અકલ્પનીય આયોજન કરવામાં આવ્યું છે. ભારતભરના તમામ મોટા સંતો આજે આ સંમેલનમાં આવ્યા છે. સંત સંમેલનમાં ઉપસ્થિત રહેલા જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું કે, આટલું સુંદર આયોજન સંતોએ કર્યું છે. સંતોનું કામ સમાજને સારા માર્ગ પર લઈ જવાનું હોય છે. બાળકોમાં ઘર્મને ઉતારવાની જવાબદારી સંતોની છે. સનાતન ધર્મ જ શ્રેષ્ઠ છે, બાકી બધા સંપ્રદાય છે. દ્વારકાથી એકમંચ પર આવીને યાત્રા કાઢીશું. આટલા સાધુઓનું એક મંચ પર એકઠા થવું એ જ એકતા છે.

કોરોનાના ખતરાને લઈને પતંગના વેપારીઓ ચિંતામાં મુકાયા

એક તરફ હજુ માંડ માંડ ધંધા-વેપાર કોરોના પછી પાટે ચડ્યા હતા. તેમાંય ખાસ અલગ અલગ તહેવારો પર આધારિત સીઝનેબલ ધંધા વેપારની પરિસ્થિતિ કોરોના દરમિયાન કથળી હતી. ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, તેવામાં કોરોના સંદર્ભે લેવાઈ રહેલી તકેદારી અને વિશ્વમાં કોરોનાના ફેલાવાએ વેપારીઓની ચિંતા વધારી દીધી છે. પતંગના હોલસેલ વેપાર સાથે જોડાયેલ વેપારીઓનું માનીએ તો એક સપ્તાહ પહેલા એટલે કે જ્યારે ભારત અને ગુજરાતમાં પરિસ્થિતિ સામાન્ય હતી તે સમયે વેપાર ધંધામાં તેજી જોવા મળી. પરંતુ હવે કોરોના સંદર્ભે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. જેને લઈને રિટેલ વેપારીઓની સાથે સાથે હોલસેલ વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે.

મોટી વાત તો એ છે કે હાલના વાતાવરણના કારણે પતંગના ભાવ પણ નીચા જોવા મળી રહ્યા છે. કાચો માલ એટલે કે કાગળ અને સળીના ભાવ ભલે વધ્યા હોય પરંતુ ગયા વર્ષની સરખામણીએ એક કોડી પતંગની કિંમત ઓછી જોવા મળી રહી છે. કાગળના ભાવ ગયા વર્ષે 950 હતા જેની સામે આ વખતે 1250 તેમ છતાં પતંગના ભાવ નીચા જોવા મળી રહ્યા છે, ગયા વર્ષે 1 કોડી એટલે કે 20 પતંગ ના ભાવ રૂપિયા 80 થી 120 હતા, જે આ વર્ષે રૂપિયા 70 થી 100 રૂપિયા જોવા મળી રહ્યો છે. 

પતંગની વેરાઈટી ની વાત કરીએ તો આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના કુનોના જંગલમાં ખુલ્લા મુકેલ ચિત્તાની તસ્વીર વાળી પતંગો માર્કેટમાં જોવા મળી રહી છે. કોરોના મુક્ત વાતાવરણની સાથે ઉતરાયણનો તહેવાર ઉજવવા લોકો ઉત્સાહિત થતા, પરંતુ હવે ફરીથી કોરોનાની ગાઈડલાઈન અને કોવિડ ફેલાવાની વાતોએ રિટેલ પતંગનો વેપાર કરતા રીટેલ વેપારી માલ ભરવો કે કેમ તેને લઈને અટવાયેલા જોવા મળી રહ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Embed widget