શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ શહેરમાંથી ભાવનગર આવેલા પતિ-પત્નીને લાગ્યો કોરોનાને ચેપ, જિલ્લામાં કુલ સંખ્યા 115એ પહોંચી
ભાવનગર જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં અત્યાર સુધીમાં 115 પોઝિટિવ કેસ આવ્યા છે જેમાંથી 91 લોકો રિકવર થયા છે.
ભાવનગરઃ દેશમાં કોરોનાના કેસ દિવસને દિવસે વધી રહ્યા છે. ગુજરાતમાં પણ શહેરની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તાર કોરોનાના ભરડામાં આવ્યા છે. ભાવગનગરમાં પણ બે નવા કોરોનાના કેસ સામે આવ્યા છે.
ભાવનગરમાં એક 30 વર્ષીય પુરુષ અને 27 વર્ષીય મહિલાનો કોરોના રોપિર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બન્નેની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે. બન્ને પતિપત્ની અમદાવાદથી ભાવનગર આવ્યા હતા. આ બન્ને પતિપત્ની ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં હરિઓમ નગરમાં રહે છે.
ભાવનગર જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં અત્યાર સુધીમાં 115 પોઝિટિવ કેસ આવ્યા છે જેમાંથી 91 લોકો રિકવર થયા છે. જ્યારે 8 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4852 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં જિલ્લામાં કુલ 57026 લોકો કોરેન્ટાઈન હેઠળ છે.
24 મેના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 29 લોકોનાં મોત થયા છે. જેમાંથી 8 નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 21નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. આજે કોરોનાથી અમદાવાદમાં 28 અને સુરતમાં 1 મોત થયું છે.
અત્યાર સુધી નોંધાયેલ કુલ કેસ પૈકી 67 દર્દી વેન્ટિલેટર પર છે અને 6726 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 6412 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 182869 ટેસ્ટ થયા જેમાંથી 14063 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement