Meeting For UCC: UCCને લઈ મોટા સમાચાર,ગુજરાત ખાતે યુનિફોર્મ સિવિલ કોડને લઈ આજે મળશે પ્રથમ બેઠક
Meeting For UCC UCC કમિટીની આજે પ્રથમ વખત ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઇ રહી છે. આ બેઠક બપોરે 3 વાગ્યે શરૂ થશે. બેઠકમાં રાજકીય પક્ષોના આગેવાનો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહેશે.સાંજે પાંચ વાગ્યે કર્મયોગી ભવન ખાતે UCC કમિટીની બેઠક મળ

UCC કમિટીની આજે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે. ગુજરાત ખાતે યુનિફોર્મ સિવિલ કોડને લઈને આ પ્રથમ બેઠક યોજાશે અને યુનિફોર્મ સિવિલ કોડ સંદર્ભે વેબ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવશે. સાંજે ત્રણ વાગ્યાથી તબક્કાવાર બેઠકો શરૂ થશે. રાજકીય પક્ષો, સામાજિક આગેવાનો અને ધર્મગુરૂઓ પણ આ બેઠકમાં હજારી આપશે. યુનિફોર્મ સિવિલ કોડ સંદર્ભે આ મુદ્દાઓ કમિટી સમક્ષ રજૂ થઇ શકે છે.રાજકીય અને બિન રાજકીય સભ્યો સાથે UCC કમિટી ચર્ચા થશે. બપોરે ત્રણ કલાકથી તબક્કાવાર બેઠકોનો પ્રારંભ થશે.
ઉલ્લેખનિય છે કે, UCC કમિટીની બેઠક પહેલા જ વિવાદ સર્જાયો છે. એક માત્ર મુસ્લિમ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને બેઠક માટે આમંત્રણ ન અપાયાનો આરોપ છે. બેઠક માટે આમંત્રણ ન મળતા UCC કમિટીને પત્ર લખ્યો છે. ખેડાવાલા જણાવ્યું કે, “UCC કમિટીની બેઠક અંગે મીડિયાના માધ્યમથી જાણકારી મળી. વકફ બોર્ડના સભ્યો અને કેટલાક મુસ્લિમ આગેવાનોને બોલાવાયા છે પરંતુ મુસ્લિમ ધારાસભ્ય હોવા છતા કમિટીએ મને આમંત્રણ આપ્યું નથી”
UCC કમિટીની આજે પ્રથમ વખત ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઇ રહી છે. આ બેઠક બપોરે 3 વાગ્યે શરૂ થશે. બેઠકમાં રાજકીય પક્ષોના આગેવાનો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહેશે.સાંજે પાંચ વાગ્યે કર્મયોગી ભવન ખાતે UCC કમિટીની બેઠક મળશે.
શું છે યુનિફોર્મ સિવિલ કોડ?





















