Mukesh Ambani: અબજપતિઓની યાદીમાં મુકેશ અંબાણીએ માર્ક ઝકરબર્ગને છોડ્યા પાછળ, ગૌતમ અદાણીને પણ નુકસાન
Mukesh Ambani Net Worth: ધનિકોની યાદીમાં મુકેશ અંબાણીએ મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગને પાછળ છોડીને 12મા સ્થાને પહોંચી ગયા છે. જ્યારે ગૌતમ અદાણીને નુકસાન થયું છે.
Mukesh Ambani and Gautam Adani Net Worth: વિશ્વના અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી છલાંગ લગાવી ચૂક્યા છે. બીજી તરફ ગૌતમ અદાણીને થોડું નુકસાન થયું છે. મુકેશ અંબાણીએ ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગને પાછળ છોડી દીધા છે અને 13માં સ્થાનેથી 12માં સ્થાને પહોંચી ગયા છે. બીજી તરફ ગૌતમ અદાણીની કંપનીના શેરમાં સતત ઘટાડાને કારણે તેમની નેટવર્થમાં ઘટાડો થયો છે. જેના કારણે અમીર લોકોની યાદીમાં ભારતનો બીજો અમીર વ્યક્તિ 21મા સ્થાનેથી 23મા સ્થાને આવી ગયો છે.
મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં એક દિવસમાં 5.06 મિલિયન ડોલરનો વધારો
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં એક દિવસમાં 5.06 મિલિયન ડોલરનો વધારો થયો છે. આ વધારા સાથે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $85.8 બિલિયન પર પહોંચી ગઈ છે. બીજી તરફ મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગની કુલ સંપત્તિમાં 24 કલાક દરમિયાન $35.1 મિલિયનનો વધારો થયો છે અને તેમની કુલ સંપત્તિ $85.5 બિલિયન છે. બ્લૂમબર્ગ બિલિયોનર લિસ્ટમાં માર્ક ઝકરબર્ગ 13મા ક્રમે છે.
ગૌતમ અદાણીને કેટલું નુકસાન
ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિની સંપત્તિમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધપાત્ર ઘટાડો થયો છે અને તે 21મા સ્થાનેથી 23મા સ્થાને આવી ગયા છે. ગૌતમ અદાણીને એક દિવસમાં $704 મિલિયનનું નુકસાન થયું છે. તેમની કુલ સંપત્તિ ઘટીને $56.4 બિલિયન થઈ ગઈ છે.
ગૌતમ અદાણીને આ વર્ષે $64.2 બિલિયનનું નુકસાન થયું
નોંધપાત્ર વાત એ છે કે હિંડનબર્ગના રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની સંપત્તિમાં મોટો ઘટાડો નોંધાયો હતો. અમીરોની યાદીમાં ગૌતમ અદાણી 36મા સ્થાને પહોંચી ગયા હતા, પરંતુ બાદમાં અબજોપતિએ સારી એવી રિકવરી કરી છે અને હવે અમીરોની યાદીમાં 23મા સ્થાને આવી ગયા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ગૌતમ અદાણીની પ્રોપર્ટીમાં 64.2 બિલિયન ડોલરનું નુકસાન થયું છે.
આ છે દુનિયાના ટોપ-5 અરબપતિ
હવે વાત કરીએ વિશ્વના ટોપ-5 અરબપતિઓ વિશે તો પહેલા નંબર પર બર્નાર્ડ અર્નાલ્ટ (Bernard Arnault) છે, તેમનું નેટવર્થ 208 અરબ ડોલર છે. બીજા નંબર પર 170 અરબ ડોલર સાથે એલન મસ્ક (Econ Musk) છે. જેફ બેજોસ (Jeff Bezos)130 અરબ ડોલર નેટવર્થ સાથે વિશ્વના ત્રીજા સૌથી અમીર માણસ છે. ચોથા નંબર પર 125 અરબ ડોલરની સંપત્તિ સાથે માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ (Bill Gates) અને પાંચ નંબર પર 114 અરબ ડોલર નેટવર્થ સાથે વોરેન બફે (Warren Buffett) નું નામ સામેલ છે.