Breaking News Live: ઈંગ્લેન્ડ સામે પ્રથમ વન ડેમાં ટીમ ઈન્ડિયામાં ત્રણ ગુજરાતીને મળ્યું સ્થાન, ભારતની પ્રથમ બોલિંગ
રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે નવ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
LIVE
Background
Beaking News Live Updates: રાજ્યમાં આગામી ચાર દિવસ અમદાવાદ સહિત સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે નવ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી આગાહીને પગલે રેડ એલર્ટ અપાયું છે.
વિરાટ કોહલીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નહીં
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે પ્રથમ વન ડેમાં ટોસ જીતી બેટિંગનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયામાં જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા ત્રણ ગુજરાતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Kennington Oval, 1st ODI: India win toss and opt to field first. Virat Kohli not in the playing eleven
— ANI (@ANI) July 12, 2022
(Source: BCCI) pic.twitter.com/ycyLCexnWq
રાજકોટમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ
રાજકોટમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈએ પોસ્ટ કર્યો છે.
#WATCH | Gujarat: Heavy rain causes a flood-like situation in Rajkot. Residents living in the lower reaches have been asked to remain alert. pic.twitter.com/TBg5SFG3Jm
— ANI (@ANI) July 12, 2022
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ભારે વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ભારે વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જશે. બપોરે 1.30 વાગ્યે હવાઇ માર્ગે મુખ્યમંત્રી રવાના થશે. તેઓ બોડેલી, રાજપીપળા અને નવસારીના વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે. ભૂપેન્દ્ર પટેલ આ વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઇ સ્થળ પરની વિગતો મેળવશે અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડશે.
ગુજરાતમાં ભારે વરસાદથી આ ટ્રેનો કરાઈ રદ્દ
ગુજરાતમાં ભારે વરસાદના કારણે વેસ્ટર્ન રેલવે દ્વારા કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ છે, જ્યારે અમુક ટ્રેનોના રૂટ ટૂંકાવાયા છે.
Gujarat | Due to the wash-out of tracks between Dabhoi and Ekta Nagar stations of Vadodara Division, some Western Railway trains today have been cancelled/partially cancelled: Western Railway pic.twitter.com/Nj5zVpNK0t
— ANI (@ANI) July 12, 2022
AIADMK ઓફિસ બહાર ચાંપતો બંદોબસ્ત
Tamil Nadu | Security beefed up outside the AIADMK office in Chennai where a clash broke out yesterday between the supporters of E Palaniswami and O Paneerselvam, on the sidelines of the party's general council meeting led by E Palaniswami pic.twitter.com/TzqOERFYZ1
— ANI (@ANI) July 12, 2022