શોધખોળ કરો

8મું પગાર પંચ: મોંઘવારી નહીં, હવે આ મુજબ નક્કી થશે પગાર? જાણો અપડેટ

8th Pay Commission Updates: NFIR ના જનરલ સેક્રેટરી એમ. રાઘવૈયાની રજૂઆત; પગાર નક્કી કરતી વખતે માત્ર મોંઘવારી નહીં, પણ કામની કપરી પરિસ્થિતિ અને જીવનું જોખમ પણ ધ્યાનમાં લેવાય.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આઠમા પગાર પંચમાં કર્મીઓના પડકારો ધ્યાને લેવા માંગ.
  • દુર્ગમ વિસ્તારોમાં સુવિધાઓ વિના કર્મીઓ ફરજ બજાવે છે.
  • રેલવેના ૮૫% કર્મીઓ જીવના જોખમે ફિલ્ડમાં કામ કરે.
  • પગાર વધારાનો અંતિમ નિર્ણય સરકાર, કમિશન દ્વારા થશે.

8th Pay Commission Updates: કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચ (8th Pay Commission) ની રચના તરફ આગળ વધવામાં આવ્યું છે ત્યારથી જ સરકારી કર્મચારીઓમાં ભારે ઉત્સાહ અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. અલગ-અલગ કર્મચારી સંગઠનો મોંઘવારી ભથ્થા (DA) અને પગાર વધારાને લઈને પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન, નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલ્વે (NFIR) ના જનરલ સેક્રેટરી એમ. રાઘવૈયાએ કર્મચારીઓના હિતમાં એક બહુ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે માંગ કરી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો નવો પગાર નક્કી કરતી વખતે માત્ર મોંઘવારી કે આર્થિક પાસાં જ નહીં, પરંતુ તેમની કામ કરવાની કપરી પરિસ્થિતિઓ, જોખમો અને દેશના વિકાસમાં તેમના સાચા યોગદાનને પણ પ્રાથમિકતા આપવી જોઈએ.

એનએફઆઈઆર (NFIR) ના જનરલ સેક્રેટરી એમ. રાઘવૈયાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કર્મચારીઓની અગવડો વિશે ખુલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું કે દેશમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ એવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવે છે જ્યાં ન તો કોઈ સારી હોસ્પિટલો હોય છે, ન બાળકોના ભણતર માટે પ્રોપર સ્કૂલો કે અન્ય પાયાની નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. આવી કઠિન પરિસ્થિતિઓ હોવા છતાં, આ કર્મચારીઓ કોઈપણ અટકાવ વગર દેશની સેવામાં સતત કાર્યરત રહે છે અને પોતાની પ્રોડક્ટિવિટી જાળવી રાખે છે, જે દેશની આર્થિક પ્રગતિ માટે બહુ કિંમતી છે.

રેલ્વેના 85% કર્મચારીઓ જીવના જોખમે કરે છે કામ

તેમણે ખાસ કરીને ભારતીય રેલ્વેનું ઉદાહરણ આપતા ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું હતું. રાઘવૈયાએ જણાવ્યું કે રેલ્વેના લગભગ 85% કર્મચારીઓ ઓફિસમાં નહીં પણ સીધા ફિલ્ડમાં (મેદાનમાં) રહીને ખૂબ જ પડકારજનક સ્થિતિમાં પોતાની ફરજો બજાવે છે. જેમ કે, ટ્રેક મેઇન્ટેનન્સ અને નિરીક્ષણ કરતો સ્ટાફ રેલ્વે લાઈનોની સુરક્ષા તપાસવા માટે ભારે સાધનો વહન કરીને રોજ કિલોમીટર સુધી પગપાળા ચાલે છે. ટ્રેક પરની ખામીઓ શોધતી વખતે અને તેને સુધારતી વખતે તેમની સામે સતત ટ્રેન અકસ્માત અને જીવનું જોખમ તોળાતું હોય છે. ઘણીવાર ફરજ દરમિયાન કર્મચારીઓ અકસ્માતનો ભોગ પણ બને છે. તેથી પગાર પંચે આ કર્મચારીઓના સ્વાસ્થ્ય પર થતી લાંબાગાળાની અસરો અને જોખમોનું મૂલ્યાંકન કરીને જ પગાર નક્કી કરવો જોઈએ.

આ પણ વાંચોઃ 8મા પગાર પંચમાં વિલંબ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: DAમાં થશે આટલો વધારો

આખરી નિર્ણય સરકાર અને આયોગના હાથમાં

જોકે, 8મા પગાર પંચના અમલીકરણ બાદ કર્મચારીઓના પગારમાં આખરે કેટલો વધારો ઝીંકાશે, તેનો આખરી નિર્ણય તો કમિશનની ભલામણો અને કેન્દ્ર સરકારની મંજૂરી પર જ નિર્ભર રહેશે. તેમ છતાં, તમામ કર્મચારી સંગઠનોને આશા છે કે આ વખતે પગાર પંચ માત્ર જૂના અને પરંપરાગત નિયમોને વળગી રહેવાને બદલે કર્મચારીઓની વાસ્તવિક મહેનત, ફિલ્ડના જોખમો અને તેમના સાચા યોગદાનને ધ્યાનમાં રાખીને ન્યાય કરશે.

Frequently Asked Questions

8મા પગાર પંચ માટે NFIR દ્વારા શું માંગણી કરવામાં આવી છે?

NFIR ના જનરલ સેક્રેટરીએ માંગ કરી છે કે પગાર નક્કી કરતી વખતે કર્મચારીઓની કપરી કામ કરવાની પરિસ્થિતિઓ, જોખમો અને દેશના વિકાસમાં તેમના યોગદાનને પણ પ્રાથમિકતા આપવી જોઈએ.

સરકારી કર્મચારીઓ કયા પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરે છે?

ઘણા કર્મચારીઓ અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવે છે, જ્યાં હોસ્પિટલો કે શાળાઓ જેવી પાયાની સુવિધાઓનો અભાવ હોય છે. આવી કપરી પરિસ્થિતિઓમાં પણ તેઓ દેશસેવામાં કાર્યરત રહે છે.

રેલ્વેના કર્મચારીઓ કયા પ્રકારના જોખમોનો સામનો કરે છે?

રેલ્વેના 85% કર્મચારીઓ ફિલ્ડમાં પડકારજનક સ્થિતિમાં કામ કરે છે. ટ્રેક નિરીક્ષણ દરમિયાન તેઓ ટ્રેન અકસ્માત અને જીવનું જોખમ સતત અનુભવે છે, અને ઘણીવાર અકસ્માતનો ભોગ પણ બને છે.

8મા પગાર પંચ અંતર્ગત પગાર વધારાનો અંતિમ નિર્ણય કોણ લેશે?

8મા પગાર પંચ અંતર્ગત પગારમાં કેટલો વધારો થશે તેનો અંતિમ નિર્ણય કમિશનની ભલામણો અને કેન્દ્ર સરકારની મંજૂરી પર નિર્ભર કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Advertisement

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget